કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાએ ઉમરાળામાં ગ્રામપંચાયત શુભેચ્છા મુલાકાત લીધી અને જણાવ્યું કે ઉમરાળા ગ્રામપંચાયત દ્વારા રહેલો વિકાસ અભિગમ સૌના માટે પ્રેરક છે.
સ્થાનિક કક્ષાએથી તાલુકા, જિલ્લા અને રાજ્ય તથા રાષ્ટ્રીય સ્તરે ભાવનગર જિલ્લાનું ઉમરાળા ગામ વિવિધ ક્ષેત્રે નમૂનેદાર વિકાસ કાર્યો કરી રહેલ છે. આ સંદર્ભે કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાએ ગ્રામપંચાયત દ્વારા રહેલો વિકાસ અભિગમ સૌના માટે પ્રેરક છે, તેમ જણાવ્યું. તેઓએ અહીંની વિશિષ્ટ ઉપલબ્ધિઓને બિરદાવી.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં ‘સૌના સાથ સૌના વિકાસ’ સંદેશા મુજબ ઉમરાળામાં સરપંચ ધર્મેન્દ્રભાઈ હેજમના નેતૃત્વમાં સરકારનાં વિવિધ ઉપક્રમ યોજનાઓનો લેવાતો લાભ પ્રશસ્ય રહ્યો છે.
કેન્દ્રિય મંત્રી નિમુબેન બાંભણિયાની આ મુલાકાત વેળાએ અગ્રણીઓ રાજુભાઈ ફાળકી, પ્રતાપભાઈ આહિર, સિધ્ધરાજસિંહ ગોહિલ, રોહિતભાઈ બગદરિયા, મૂકેશકુમાર પંડિત તેમજ સ્થાનિક કાર્યકર્તાઓ સાથે રહ્યાં અને પંચાયત વિકાસ કાર્યોની ચર્ચા કરી હતી.
મૂકેશ પંડિત
અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો
Like, Share and Subscribe our YouTube channel