સબકા સાથ સબકા વિકાસના મંત્ર ને ફળીભૂત કરવા સરકાર દિવ્યાંગો માટે ઘણી યોજનાઓ ચલાવે છે જેમાં ADIP સ્કીમ મુજબ ૪૦% થી વધુની દિવ્યાંગતા વાળા લોકો ને જરૂરિયાત મુજબ સાધનો આપવામાં આવશે , જે માટે સાંસદ નીમુબેન બાંભણિયા દ્વારા તા. ૫ થી ૧૮ સુધી શહેર અને જિલ્લામાં પરીક્ષણ કેમ્પ યોજવામાં આવેલ છે .
ભારત સરકારની ADIP સ્કીમ ઘણા સમયથી ચાલી રહી છે , તક નો લાભ લઈને ભાવનગર સાંસદ નીમુબેન બાંભણિયા દ્વારા ભાવનગર જિલ્લામાં તારીખ ૫ થી ૧૮ ડિસેમ્બર સુધી દીવ્યાંગો ને સ્કીમનો લાભ મળે તે માટે પરીક્ષણ કેમ્પ નુ આયોજન કરેલ છે .
તા. ૫ના ભાવનગર પશ્ચિમ વિસ્તાર , તા.૬ ના ભાવનગર પૂર્વ અને તા.૭ ભાવનગર ગ્રામ્ય વિસ્તારના દિવ્યાગજનો માટે આ કેમ્પ ભાવનગર સિવિલ હોસ્પિટલમાં સવારે ૯ થી ૫ સુધી યોજવામાં આવેલ છે .
ઉજૈન થી આવેલ ટીમ દ્વારા દીવ્યાંગોનું પરીક્ષણ કરવામાં આવશે અને તેમની જરૂરિયાત મુજબ ઉપયોગી સાધનો તેમને આપવામાં આવશે .
વોકીંગ સ્ટીક , વ્હીલ ચેર , ઈલેક્ટ્રીક ટ્રાયસાઈકલ જેવા ૧૯ જેટલા અલગ અલગ પ્રકાર સાધનો જરૂરિયાત મુજબ આપવામાં આવશે .
મહુવા , જેસર , તળાજા તેમજ જિલ્લાના અન્ય તાલુકાઓમાં સમુહિમ આરોગ્ય કેન્દ્રમાં આ કેમ્પ નું આયોજન કરવામાં આવેલ છે .
પરીક્ષણ બાદ ચાર મહિના બાદ લાભાર્થીઓ ને સાધનો આપવામાં આવશે .