અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે 24 માર્ચે થયેલી મહત્વપૂર્ણ ટેલિફોનિક વાતચીતે વૈશ્વિક રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય ઉભો કર્યો છે. આ કોલ દરમિયાન વિશ્વના અગ્રણી ઉદ્યોગપતિ ઈલોન મસ્કની હાજરી હોવાની માહિતી સામે આવતા ઘટનાએ વધુ ચકચાર મચાવી છે.
The New York Timesનો દાવો: હાઈ-લેવલ કોલમાં મસ્ક હાજર
The New York Timesના રિપોર્ટ અનુસાર, અમેરિકાના બે વરિષ્ઠ અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે ઈલોન મસ્ક આ હાઈ-લેવલ કોલમાં હાજર હતા. જોકે, અધિકારીઓએ પોતાની ઓળખ જાહેર કરી નથી.
રિપોર્ટમાં એ પણ જણાવાયું છે કે મસ્ક આ કોલમાં કેમ જોડાયા હતા અથવા તેમણે ચર્ચામાં સક્રિય ભાગ લીધો હતો કે નહીં તે સ્પષ્ટ નથી.
NEW from @nytimes: Elon Musk was on a call between Trump and Modi this week. The two leaders talked about the Iran War started by Trump and Israel and the resulting energy crisis. Musk has business interests in the Middle East and wants a foothold in India. pic.twitter.com/8rgpWKh2Zl
— Edward Wong (@ewong) March 27, 2026
મિડલ ઈસ્ટ સંકટ પર મુખ્ય ચર્ચા
ભારતીય અને અમેરિકી અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ કોલનો મુખ્ય મુદ્દો મિડલ ઈસ્ટમાં વધતા તણાવ પર હતો. ખાસ કરીને Strait of Hormuz પર ઈરાનના નિયંત્રણને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.
આ મહત્વપૂર્ણ સમુદ્રી માર્ગ પરથી વિશ્વનો મોટો હિસ્સો તેલ પુરવઠો થાય છે. અહીં અવરોધ ઉભો થતા વૈશ્વિક ઊર્જા કિંમતોમાં ભારે ઉછાળો આવ્યો છે અને આંતરરાષ્ટ્રીય શેરબજારોમાં અસ્થિરતા વધી છે.
વ્હાઈટ હાઉસની પ્રતિક્રિયા
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કેરોલિન લીવિટએ જણાવ્યું કે બંને નેતાઓ વચ્ચે “સાર્થક અને સકારાત્મક વાતચીત” થઈ હતી.
તેમણે ઉમેર્યું કે ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે મજબૂત સંબંધો છે, જે વૈશ્વિક મુદ્દાઓ પર સહયોગ વધારવામાં મદદરૂપ બની રહ્યા છે.
વૈશ્વિક રાજકારણમાં નવી ચર્ચા
આ હાઈ-પ્રોફાઈલ કોલમાં ઈલોન મસ્કની સંભવિત હાજરીએ વૈશ્વિક રાજકારણમાં ખાનગી ક્ષેત્રની વધતી ભૂમિકા અંગે ચર્ચા શરૂ કરી છે. ખાસ કરીને ટેક અને ઉદ્યોગ ક્ષેત્રના નેતાઓ હવે આંતરરાષ્ટ્રીય નીતિ અને સુરક્ષા ચર્ચાઓમાં કેટલી હદે સામેલ થઈ રહ્યા છે તે પ્રશ્નો ઉભા થયા છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel