ઉત્તરપ્રદેશના જેવર ખાતે આજે (28 માર્ચ) ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટના પ્રથમ તબક્કાનું ભવ્ય ઉદ્ઘાટન કર્યું. આ એરપોર્ટ દિલ્હી-NCR વિસ્તારનું બીજું મોટું આંતરરાષ્ટ્રીય હવાઈ મથક બનશે, જેનાથી Indira Gandhi International Airport પર વધતા મુસાફરોના ભારમાં નોંધપાત્ર ઘટાડો થશે.
કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાને સવારે ટર્મિનલ બિલ્ડિંગનું નિરીક્ષણ કર્યું અને બપોરે વિધિવત લોકાર્પણ કર્યું. ઉદ્ઘાટન બાદ તેમણે વિશાળ જનસભાને સંબોધતા આ પ્રોજેક્ટને ઉત્તરપ્રદેશના વિકાસ માટે “ગેમ-ચેન્જર” ગણાવ્યો.
The inauguration of Phase-I of Noida International Airport marks a major step in Uttar Pradesh’s growth story and India’s aviation future. https://t.co/8OLduHTZU8
— Narendra Modi (@narendramodi) March 28, 2026
જેવર એરપોર્ટ બનશે વિકાસનું નવું કેન્દ્ર
વડાપ્રધાન મોદીએ રિમોટ દ્વારા એરપોર્ટનું ઉદ્ઘાટન કરતા લોકોને પણ આ પ્રસંગમાં જોડાવા અનોખી અપીલ કરી. તેમણે કહ્યું કે “આ એરપોર્ટનું સાચું ઉદ્ઘાટન તો જનતાએ કરવું જોઈએ” અને લોકોને મોબાઈલ લાઇટ ચાલુ કરવા કહ્યું.
આ એરપોર્ટના પ્રથમ તબક્કામાં દર વર્ષે અંદાજે 1.2 કરોડ મુસાફરોને સંભાળવાની ક્ષમતા છે. મુસાફરી ઉપરાંત કાર્ગો અને લોજિસ્ટિક્સ માટે પણ આ એરપોર્ટ ઉત્તરપ્રદેશ અને આસપાસના રાજ્યો માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે.
આ પ્રસંગે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર રહ્યા.
#WATCH | Greater Noida: Prime Minister Narendra Modi says, "Today's event is a symbol of India's new attitude. Everyone can see how worried the world is. There has been a war going on in West Asia for the past month. Due to the war, food, petrol, diesel, gas, coal, and other… https://t.co/KoUZUVf2Ky pic.twitter.com/H5gltXwjNM
— ANI (@ANI) March 28, 2026
મિડલ ઈસ્ટ યુદ્ધ પર PM મોદીની ચિંતા
જનસભાને સંબોધતા નરેન્દ્ર મોદીએ મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ પર ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે છેલ્લા એક મહિનાથી ચાલતા સંઘર્ષને કારણે વૈશ્વિક સ્તરે ખાદ્ય પદાર્થો, પેટ્રોલ, ખાતર અને અન્ય આવશ્યક વસ્તુઓના ભાવમાં ભારે વધારો થયો છે.
તેમણે સ્પષ્ટ કર્યું કે ભારત મોટી માત્રામાં કાચું તેલ એવા વિસ્તારોમાંથી આયાત કરે છે, જે હાલમાં સંઘર્ષથી પ્રભાવિત છે. છતાં સરકારે તમામ જરૂરી પગલાં લઈ રહી છે જેથી સામાન્ય જનતા અને ખેડૂતો પર આ સંકટનો બોજ ન પડે.
‘અફવાઓથી દૂર રહો’—દેશવાસીઓને અપીલ
વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને અપીલ કરતા કહ્યું કે વૈશ્વિક સંકટ વચ્ચે એકતા અને શાંતિ જાળવવી ખૂબ જરૂરી છે. તેમણે ખાસ કરીને લોકોને અફવાઓથી દૂર રહેવા અને જવાબદારીપૂર્વક વર્તન કરવા જણાવ્યું.
તેમણે ઉમેર્યું કે “140 કરોડ ભારતીયો સાથે મળીને આ પડકારનો સામનો કરી રહ્યા છે, અને આ જ દેશની સૌથી મોટી તાકાત છે.”
#WATCH | Greater Noida, UP: PM Modi inaugurates Phase 1 of the Noida International Airport in Jewar today. pic.twitter.com/LLig1JPcUy
— ANI (@ANI) March 28, 2026
‘વિકસિત યુપી, વિકસિત ભારત’ તરફ મોટું પગલું
PM મોદીએ કહ્યું કે નોઈડા એરપોર્ટ માત્ર એક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ નથી, પરંતુ તે ‘વિકસિત યુપી, વિકસિત ભારત’ અભિયાનનો મહત્વપૂર્ણ ભાગ છે. તેમણે ગર્વ વ્યક્ત કર્યો કે ઉત્તરપ્રદેશ હવે દેશનું સૌથી વધુ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ધરાવતું રાજ્ય બની રહ્યું છે.
તેમણે જણાવ્યું કે 2014 પહેલા દેશમાં માત્ર 74 એરપોર્ટ હતા, જ્યારે હવે તેમની સંખ્યા 160થી વધુ થઈ ગઈ છે, જે ભારતના ઝડપી વિકાસનું પ્રતિબિંબ છે.
વિપક્ષ પર નિશાન અને ભૂતકાળનો ઉલ્લેખ
વડાપ્રધાન મોદીએ પૂર્વ સરકારો, ખાસ કરીને સમાજવાદી પાર્ટી પર નિશાન સાધતા કહ્યું કે અગાઉ નોઈડાને વિકાસના બદલે “લૂંટનું ATM” બનાવવામાં આવ્યું હતું. તેમણે દાવો કર્યો કે 2004 થી 2014 દરમિયાન આ પ્રોજેક્ટ ફાઈલોમાં જ અટક્યો રહ્યો, જ્યારે ભાજપ સરકારે તેને હકીકતમાં ઉતાર્યો.
તેમણે પોતાનો અનુભવ શેર કરતાં કહ્યું કે પહેલા અંધશ્રદ્ધા અને રાજકીય ભયને કારણે નેતાઓ નોઈડા આવતાં પણ ડરતા હતા, પરંતુ આજે તે જ વિસ્તાર વૈશ્વિક સ્તરે વિકાસનું પ્રતિક બની રહ્યો છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel