28 માર્ચ 2026ના રોજ નરેન્દ્ર મોદીએ નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટ (જેવર એરપોર્ટ)ના ફર્સ્ટ ફેઝનું ભવ્ય ઉદ્ઘાટન કર્યું. ઉત્તર પ્રદેશ સરકારના જણાવ્યા અનુસાર, આ એરપોર્ટ રાજ્યના અર્થતંત્ર માટે “ગેમ-ચેન્જર” સાબિત થવાનો છે. કૃષિ, ઉદ્યોગ, લોજિસ્ટિક્સ અને રોજગાર જેવા અનેક ક્ષેત્રોમાં આ પ્રોજેક્ટ લાંબા ગાળે અસરકારક સાબિત થશે.
#WATCH | Greater Noida, UP: PM Modi inaugurates Phase 1 of the Noida International Airport in Jewar today. pic.twitter.com/LLig1JPcUy
— ANI (@ANI) March 28, 2026
સીએમ યોગીનું સંબોધન: વૈશ્વિક સંકટ વચ્ચે ભારત મજબૂત
આ પ્રસંગે સીએમ યોગીએ જણાવ્યું કે વિશ્વભરમાં તેલના ભાવમાં વધારો થયો છે, પરંતુ ભારતમાં તેલના ભાવ સ્થિર રહ્યા છે. તેમણે કહ્યું કે પીએમ મોદીના વિઝનને કારણે ભારત વૈશ્વિક સંકટોથી સુરક્ષિત રહ્યું છે અને “ડબલ એન્જિન” સરકાર હેઠળ ઉત્તર પ્રદેશ વિકાસના નવા શિખરો સર કરી રહ્યો છે.
उत्तर प्रदेश मुख्यमंत्री योगी आदित्यनाथ ने कहा, "दुनिया के अंदर पेट्रोलियम उत्पादों के दाम हाई है।
लेकिन पीएम मोदी के नेतृत्व में पिछले 11-12 वर्षों से जो कार्य योजना नए भारत की बनी है आज वह हम सबको देखने को मिल रहा है.
भारत के अंदर पेट्रोलियम उत्पादों का दाम नियंत्रित है… pic.twitter.com/qsDCFIhlcp
— One India News (@oneindianewscom) March 28, 2026
એરપોર્ટની ક્ષમતા અને આધુનિક સુવિધાઓ
નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટ ફેઝ-1 હેઠળ દર વર્ષે લગભગ 12 મિલિયન મુસાફરોને હેન્ડલ કરવાની ક્ષમતા ધરાવે છે. સંપૂર્ણ વિકાસ પછી આ ક્ષમતા 70 મિલિયન મુસાફરો સુધી વધારવાની યોજના છે.
- 3,900 મીટર લાંબો રનવે
- આધુનિક ટર્મિનલ અને નેવિગેશન સિસ્ટમ
- ઓલ-વેધર ઓપરેશનલ ક્ષમતા
- 40 એકરનું MRO (Maintenance, Repair & Overhaul) સેન્ટર
- અદ્યતન કાર્ગો હેન્ડલિંગ સુવિધાઓ
આ એરપોર્ટ દિલ્હી-NCR માટે બીજા મોટા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે કામ કરશે, જેનાથી Indira Gandhi International Airport પરનો બોજ ઓછો થશે.
#WATCH | Greater Noida: Uttar Pradesh Chief Minister Yogi Adityanath says, "Prime Minister, over the last 11–12 years, you have taken significant steps to move 'New India' toward the goal of a 'Developed India' across every sector. The Noida International Airport is a vital part… pic.twitter.com/n9a4OOoqug
— ANI (@ANI) March 28, 2026
કાર્ગો અને કૃષિ ક્ષેત્રને મોટો ફાયદો
આ એરપોર્ટ ખેડૂતો માટે “ફાર્મ-ટુ-ગ્લોબલ માર્કેટ” મોડેલને મજબૂત બનાવશે. ફળો, શાકભાજી, ડેરી અને ફૂલો જેવા નાશવંત ઉત્પાદનો હવે સરળતાથી આંતરરાષ્ટ્રીય બજારમાં પહોંચશે.
આથી ખેડૂતોની આવકમાં વધારો થશે અને MSMEs માટે નિકાસના નવા રસ્તાઓ ખુલશે.
રોજગાર અને ઉદ્યોગોને પ્રોત્સાહન
આ પ્રોજેક્ટથી ઉડ્ડયન, લોજિસ્ટિક્સ, હોસ્પિટાલિટી અને કૃષિ ક્ષેત્રમાં લાખો પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી સર્જાવાની અપેક્ષા છે. અંદાજે 10 મિલિયન SMEsને વૈશ્વિક બજારમાં જોડવામાં મદદ મળશે.
યમુના એક્સપ્રેસવે પર આવેલું આ એરપોર્ટ રોડ, રેલ અને મેટ્રો સાથે જોડાયેલ હોવાથી કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે.
#WATCH | Greater Noida: Uttar Pradesh Chief Minister Yogi Adityanath says, "…On behalf of the 25 crore people of Uttar Pradesh, I heartily welcome and congratulate the Prime Minister at this grand and warm ceremony for taking Uttar Pradesh's growth to new heights through the… pic.twitter.com/Ad0ZjQFJi4
— ANI (@ANI) March 28, 2026
નેટ-ઝીરો અને આધુનિક ડિઝાઇન
એરપોર્ટનો ઉદ્દેશ્ય નેટ-ઝીરો ઉત્સર્જન હાંસલ કરવાનો છે. તેની ડિઝાઇન ભારતીય સંસ્કૃતિથી પ્રેરિત છે, જેમાં ઘાટ અને હવેલી શૈલીના આર્કિટેક્ચરનો સમાવેશ થાય છે.
રોકાણ અને વિકાસ મોડેલ
આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં આશરે ₹11,200 કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે. આ એરપોર્ટ જાહેર-ખાનગી ભાગીદારી (PPP) મોડેલ હેઠળ વિકસાવવામાં આવી રહ્યું છે, જે ભવિષ્યમાં મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માટે એક મોડેલ બની શકે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel