હિન્દુનું નામ બતાવી બે દુકાન પણ ભાડે રાખી હતી.
બીજાના નામનો ભાડા કરાર અને સીમકાર્ડ આધારે જીએસટી નંબર લઈ હિંદુ નામ ધારણ કરી વેપારી તેના સાગરિતો સાથે કાપડના વેપારી પાસેથી ગ્રે- કાપડનો રૂ.72 લાખનો માલ લઈ બારોબાર વેચી મારીને છેતરપિંડી કરી છે.
અમરોલી વરિયાવ રિવાન્ટા ગાર્ડન સિટીમાં કાપડના વેપારી પ્રજ્ઞેશ વાધાણીએ ઉધના પોલીસમાં ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે હિંદુ નામ ધારણ કરનાર રિઝવાન સૈયદ આબીદ હુસેન, જગદીશ કુમાવથ, મહેશ ભાલાણી,દલાલ મોહંમદ અને અનિલ ચેવલીની સામે ઠગાઈનો ગુનો નોંધ્યો છે. પોલીસે રિઝવાન સૈયદ અને તેના સાગરિત મહેશ ભલાણીની ધરપકડ કરી છે.
ખટોદરા સબજેલની પાછળ કડીવાલા હાઉસમાં ગ્રે-કાપડનું કારખાનાનું રિઝવાન સૈયદ હિંદુ રિઝવાન સૈયદના કારખાના પર વેપારી રૂપિયાની ઉઘરાણી કરવા જતો તે કે સમયે મહેશ ભલાણી મળતો હતો અને મહેશ વેપારીને એવું જણાવતો મેં તમામ પ્રોપટી ખરીદી લીધી છે અને રૂપિયા હું ચૂકવીશ, જો કે પ્રોપર્ટી તેના નામે ન હતી. રિઝવાન મહેશને 5-10 હજારની રકમ આપતો હતો. રિઝવાન સૈયદે હિંદુ નામ ધારણ કરી સારોલીની માર્કેટોમાં પણ બે દુકાનો ભાડેથી લીધી હતી. ત્યાં પણ લાખોનો માલ લઈ વેચી મારી દુકાન બંધ કરી ફરાર થયો હતો. જેમાં પણ સારોલી પોલીસમાં અરજી થઈ હોવાની વાત છે.
નામ જગદીશ કુમાવથ નામે ચલાવતો હતો. આરોપી રિઝવાને સિમકાર્ડ અનેભાડા કરાર સહિતના ડોક્યુમેન્ટ પણ જગદીશ કુમાવથના નામે બનાવ્યા હતા અને પોતાની ઓળખ જગદીશ તરીકે વેપારીઓને આપતો હતો.