ગુજરાત નર્મદા ફર્ટિલાઇઝર્સ કેમિકલ્સ લિમિટેડ (GNFC LTD) દ્વારા ચાલતી સંસ્થા નારદેશ (NARDES) દ્વારા ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના ભોજાના મુવાડા ગામમાં નમો ડ્રોન દીદી યોજના હેઠળ ગામના વાત્રક મહિલા સખી મંડળને એગ્રી ડ્રોન વિનામૂલ્યે ભેટ આપવામાં આવ્યું હતું.
આ સખી મંડળના બહેન અમિતાબેન પટેલને નારદેશ સંસ્થા દ્વારા ડ્રોન લેબ ટેકનોલોજી પ્રાઇવેટ લી. કંપની દ્વારા ટ્રેનિંગ આપી ડ્રોન પાઇલોટનું લાઇસન્સ એનાયત કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમ દરમિયાન કંપનીના ગુજરાત રાજ્યના માર્કેટિંગના વડા જી.કે. પટેલે નમો ડ્રોન દીદી યોજનાની વિસ્તૃત માહિતી આપી હતી અને અમિતાબેન પટેલને ડોન અર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે એરિયા મેનેજર પી.જી. વાળંદ, જિલ્લા ઇન્ચાર્જ એચ. આર.નંદાણી,મદદનીશ ખેતી નિયામક પંકજભાઈ પટેલ, ખેતીવાડી અધિકારી દેવાંગ ચૌધરી, નિયતિબેન (GLPC), કિરણસિંહ ઝાલા (ATMA) તથા ગામના સરપંચ ઉપસ્થિત રહ્યા હતાં.
આ કાર્યક્રમમાં ગામના આગેવાન ખેડૂત ભાઈઓ તથા સખી મંડળની બહેનોએ ખૂબ મોટી સંખ્યામાં હાજરી આપી હતી અને કંપનીના આવા કાર્યક્રમને બિરદાવી આભાર માન્યો હતો સમગ્ર કાર્યક્રમનું આયોજન નર્મદા ખેડૂત સહાય કેન્દ્ર – કપડવંજના ઇન્ચાર્જ એચ. જે. મારકણાએ કર્યું હતું.