પોલીસ અધિક્ષક ખેડા-નડીયાદ તથા નડીયાદ ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક વી.આર.બાજપાઈ નાઓના માર્ગદર્શન હેઠળ એમ.બી.ભરવાડ પોલીસ ઇન્સ્પેક્ટર નડીયાદ ટાઉન પો.સ્ટે. નાઓએ પ્રોહિ-જુગારના વધુમાં વધુ ગુનાઓ શોધી કાઢવા સારૂ જરૂરી સુચના કરેલ. જે આધારે નડીયાદ ટાઉન પો.સ્ટેશન ના સર્વેલન્સ પો.સ.ઇ એસ.બી. દેસાઈ નાઓએ જરૂરી માગદર્શન આપેલ.
દરમ્યાન અ.હેઙકો પ્રવિણસિંહ રાજેન્દ્રસિંહ નાઓને બાતમી હકિકત મળેલ કે, નડીયાદ નડિયાદ અમદાવાદી દરવાજા બહાર આવેલ આદમહાજીની ચાલીમાં ખુલ્લામાં અમન અહેમદહુસેન મલેક નામનો ઇસમ તેના ઘરની પાસે આજુબાજુના માણસો ભેગા કરી જાહેરમાં પોતાના અંગત ફાયદા સારૂ પત્તાપાનાનો પૈસાથી હારજીતનો જુગાર રમી રમાડે છે.
જે મળેલ બાતમી હકિક્ત આધારે સદર જગ્યાએ રેઇડ કરતા કુલ ૭ (સાત) ઇસમો જુગાર રમતા મળી આવેલ જેઓની અંગજડતી તથા દાવ ઉપરથી કુલ રૂ. ૧૦૨૭૦/- રોકડ રૂપિયા તથા જુગારના સાધનો પાના પત્તા ના મુદ્દામાલ સાથે મળી આવતા સદરહુ ઇસમો વિરૂધ્ધ જુગાર ધારા મુજબ કાયદેસરની કાર્યવાહી કરી ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં સફળતા મળેલ છે.