સમગ્ર રાજ્યમાં જંત્રીમાં થયેલા વધારાને લઈ બિલ્ડર આલમમાં વિરોધ ત્યારે મોટા શહેરોની સાથે સાથે નાના શહેરોમાં પણ બિલ્ડરો દ્વારા ખેડા જિલ્લા કલેકટર અને નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈને આવેદનપત્ર આપવામાં આવ્યા હતા.
નડિયાદ બિલ્ડર એસોસિયેશન દ્વારા જંત્રી માં વધારા મુદ્દે આવેદનપત્ર આપ્યું, જંત્રી માં 200 થી લઈ 2000 ટકા સુધી નો વધારો થતાં બિલ્ડર એસોસિયેશન માં નારાજગી જોવા મળી રહી છે, ત્યારે નડિયાદ બિલ્ડર એસોસિયેશન દ્વારા જંત્રી માં વધારા મુદ્દે આવેદન પત્ર આપ્યું હતું. મોટી સંખ્યા માં બિલ્ડરો નડિયાદ કલેકટર કચેરી માં પહોચ્યા અને જંત્રીમાં સુધારા મુદ્દે પ્રતિભાવ આપવાના સમય માં વધારો કરવા માંગ ઉઠી છે. આ જંત્રી નો વધારો ગ્રાહકો અને બિલ્ડરો માટે કમર તોડ બની રહેશે તેમ જણાવ્યું હતું.