નડિયાદ નગરપાલિકા વિસ્તારમાં ડોર ટું ડોર કલેક્શન, જાહેર રસ્તાઓના સ્પોટ પરના કચરાના કલેક્શનની કામગીરી કરવા માટે નડિયાદ નગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. જેનો નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ લીલી ઝંડી આપી કલેક્શન વાહનોને રવાના કરી શુભારંભ કરાવ્યો હતો.
આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ, કારોબારી ચેરમેન, સંગઠન પ્રમુખ, મહામંત્રી, નગરપાલિકાના કાઉન્સિલરઓ, ઓટો વિભાગના ચેરમેન, સેનેટરી વિભાગના ચેરમેન, ટીપી ચેરમેન, પ્લાનિંગ ચેરમેન, નગરપાલિકાના કાઉન્સિલરો, સેનેટરી ઇન્સ્પેકટર તથા વિભાગના કર્મચારીઓ, ઉપસ્થિત રહ્યા હતા.