Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 35°C

નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના હસ્તે નગરપાલિકા વિસ્તારમાં રૂ. ૨૦૩ લાખના ખર્ચે થનાર વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાયું

નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના હસ્તે નગરપાલિકા વિસ્તારમાં રૂ. ૨૦૩ લાખના ખર્ચે થનાર વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાયું

નડિયાદ નગરપાલિકા વિસ્તારના રૂ. ૨૦૩ લાખના ખર્ચે ડામર રોડના રિસરફેસિંગના કામનું ખાતમુહૂર્ત ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. R & B વિભાગ દ્વારા થનાર આ કામ અંતર્ગત નીચે મુજબના 11 રસ્તાઓના કામનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

જેમાં ધનલક્ષ્મી પાર્કથી કલ્યાણ નગર, પરશુરામ બાગ પાસેનો રસ્તો, જય પ્રભુ સોસાયટી થી ગીતાંજલિ મુખ્ય રોડ સુધીનો રસ્તો, વિદ્યુતનગર સોસાયટી પાસેનો રસ્તો, શિવ શક્તિ સોસાયટી થી ગીતાંજલિ ગીતાનગર સોમનાથ પાર્ક સુધીનો રસ્તો, વલ્લભ નગર મહાદેવથી ગોકુલધામ સોસાયટી સુધીનો રસ્તો, બાલ યોગી સોસાયટી થી પ્રાઈમ હેવન સુધીનો રસ્તો, પટેલ બેકરી થી વૈશાલી ચોતરા સુધીનો રસ્તો, શ્રીજી સોસાયટી પાસેથી હનુમાન મંદિર સુધીનો રસ્તો, હરિકુંજ સોસાયટી થી સરક્યુલર રોડ સુધીનો રસ્તો, માઈ માતા મંદિરની પાછળ નો રસ્તો, રેલવે સ્ટેશન થી સરદાર પટેલ સાહેબના સ્ટેચ્યુ સુધીના રસ્તાનું કામ શરૂ કર્યું હતું.

આ કાર્યક્રમ ખાતે પ્રમુખ શ્રીમતી કિન્નરીબેન, કારોબારી ચેરમેન શ્રી પરીનભાઈ, રોડ કમિટી ચેરમેન ગૌરાંગભાઈ, કાઉન્સિલર કાજલબેન, પ્રકાશભાઈ, મુન્નાભાઈ ચેનલવાળા, અગ્રણી મોન્ટુભાઈ, ભરતભાઈ સહિત વિસ્તારના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.