નડિયાદ નગરપાલિકા સંચાલિત દાવોલિયાપૂરા સ્પોર્ટ્સ સંકુલ ખાતે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ સ્કેટિંગ રીંગ, બેડમિન્ટન કોર્ટ, ટેબલ ટેનિસ કોર્ટની મુલાકાત લીધી હતી.
નડિયાદ સ્પોર્ટ્સ સંકુલના નડિયાદ ટેનિસ સેન્ટર ખાતે પ્રથમ વાર નેશનલ લેવલ ટેનિસ પ્રીમિયર લીગ (TPL) ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ હતું. ટુર્નામેન્ટની ફાઇનલ પ્રસંગે વિજેતા ખેલાડીઓને ટ્રોફી અને સર્ટિફિકેટ આપી ધારાસભ્ય દ્વારા અભિનંદન આપી પ્રોત્સાહિત કર્યા હતા.
નડિયાદ સ્કેટિંગ રીંગ ખાતે તાલીમ લેનાર દત્ત પટેલ, રેવાંશ ગોટાવાલા, સિદ્ધિ ઠાકોર, વૃષીકા શુક્લા તા.21 / 22 સપ્ટેમ્બર 2024 ના રોજ થાઇલેન્ડ ખાતે યોજાનાર Endurance International Skating Championships 2024 ખાતે ભારત દેશ તરફથી ભાગ લેનાર છે જે બદલ તેમના કોચ મેહુલ સોલંકી અને ખેલાડીઓને ધારાસભ્યએ અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવી હતી. સ્કેટિંગ રીંગના કોચ અને ખેલાડીઓની રજૂઆતને ધ્યાને લઇ ધારાસભ્ય દ્વારા સરકારમાં રજૂઆત કરી નવીન 100 મીટર સ્કેટિંગ રીંગ માટેની ગ્રાન્ટ મંજૂર આગામી સમયમાં કરાવવામાં આવશે.