પોલીસ અધીક્ષક, ખેડા-નડીયાદ તથા વી.આર. બાજપાઇ, વિભાગીય પોલીસ અધિક્ષક, નડીયાદ વિભાગ નાઓએ શરીર/મિલ્કત સબંધી ગુનાઓ શોધી કાઢવા આપેલ સુચના અને માર્ગદર્શન અનુસંધાને પી.એસ.બરંડા, પોલીસ ઇન્સ્પેકટર, નડીયાદ પશ્ચિમ પો.સ્ટે. નાઓએ તાબાના પો.સ.ઇ. જે.એમ.પઢિયાર તથા સર્વેલન્સ સ્ટાફને ઘરફોડ ચોરીના નોંધાયેલ ગુના શોધી કાઢવા યોગ્ય માર્ગદર્શન તથા સુચના આપવામાં આવેલ.
નડીયાદ પશ્ચિમ પો.સ્ટે. ખાતે તા.૦૨/૦૭/૨૦૨૪ રાત્રીના સમયે ના રોજ પીજ રોડ કેનાલ પાસે આવેલ શ્રી હરી માર્ટમાં કોઇ અજાણ્યા ચોર ઇસમોએ દુકાનની છતનું સિમેન્ટનુ પતરું તોડીને દુકાનનો સામાન અને રોકડ મળી કુલ રૂ.૩૦,૧૫૦/- ની ચોરી કરી ગુનો આચરેલ હતો.
બનાવ અન્વયે ટેકનીકલ અને હ્યુમન ઇન્ટેલીજન્સ આધારે ગુનાની તપાસ દરમ્યાન બાતમી હકિકત મળેલ કે આ કામના આરોપીઓ (૧) શુભમ સંતોષ માલવી રહે. વડોદરા તથા (૨) અજય અર્જુન બારીયા રહે. ગોધરા નાઓએ આ ઘરફોડ ચોરીને અંજામ આપેલ છે. જે હકિકત આધારે બન્ને આરોપીઓ તપાસ દરમ્યાન વડોદરા ખાતે મળી આવતા ઘરફોડ ચોરી ગુનો શોધી કાઢવામાં સફળતા મળેલ છે.