આગામી તારીખ 6 માર્ચ 2024 ના રોજ યોજાનાર ગુજરાત નારી શક્તિ વંદના કાર્યક્રમ માટે ખેડા જિલ્લામાં આ કાર્યક્રમના સુચારુ આયોજન હેતુ જિલ્લા કલેકટરની કચેરી નડિયાદ ખાતે બેઠક યોજાઇ હતી.
આ પ્રસંગે અધિક નિવાસી કલેકટરએ ખેડા જિલ્લામાં નારી શક્તિ વંદના કાર્યક્રમ સંદર્ભે કાર્યક્રમના તમામ નોડલ અધિકારીઓને આયોજનબદ્ધ કામગીરી કરવા સૂચના આપી હતી. તેમણે કાર્યક્રમ માટે જરૂરી ભોજન વ્યવસ્થા, પાર્કિંગ, મંડપ, પીવાનું પાણી, ટોયલેટ અને મેડિકલ સહિતની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. સાથે જ ડીઆરડીએ ડાયરેક્ટર સમગ્ર કાર્યક્રમની રૂપરેખા આપી હતી.
આ બેઠકમાં ખેડા જિલ્લાના ધારાસભ્યઓ, જિલ્લા પોલીસ અધિક્ષક, અધિક નિવાસી કલેકટર, ડી.આર.ડી.એ ડાયરેક્ટર, ભાજપ જિલ્લા પ્રમુખ, જિલ્લાના મહિલા મોરચાના પ્રમુખો, પ્રાંત અધિકારીઓ, નગરપાલિકા ચીફ ઓફિસરઓ, આર&બી ના અધિકારીઓ, તાલુકા વિકાસ અધિકારીઓ સહિત અન્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.