પોલીસ અધિક્ષક, ખેડા – નડીયાદ તથા પોલીસ ઇન્સ્પેક્ટર કે.આર.વેકરીયા એલ.સી.બી. ખેડા-નડીયાદ નાઓએ જીલ્લામાં પ્રોહિ જુગારની બદીને નેસ્તનાબુદ કરવા માટે આપેલ પ્રોહી ડ્રાઇવ/ સુચના અને માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો સાથે નડિયાદ રૂરલ પો.સ્ટે વિસ્તારમાં ખાનગી વાહનમાં પ્રોહી અંગે પેટ્રોલીંગમાં નીકળેલા તે દરમ્યાન સલુણ-શંકરપુરા મોટી કેનાલ પાસે આવતા પો.કો.દિપકુમાર ભુપેન્દ્રભાઇ નાઓને મળેલ બાતમી હકીકત આધારે એક ભુરા કલરની અતુલ શક્તી લોડીંગ ટેમ્પી નંબર GJ.07.TV.4158 ની સલુણ ગામ તરફથી શંકરપુરા મોટી કેનાલ બાજુ દેશીદારૂ ભરી આવે છે.
જે બાતમી આધારે સલુણ-શંકરપુરા મોટી કેનાલ પાસે વોચ તપાસમાં બેસેલ હતા.દરમ્યાન ઉપરોક્ત વર્ણન વાળી ભુરા કલરની ટેમ્પી સલુણ ગામ તરફથી મોટી કેનાલ બાજુ આવતી જણાતા સદર ટેમ્પી ચાલકને ટોર્ચ લાઇટના અજવાળે ટેમ્પી રોકવા માટે હાથનો ઇશારો કરી સદર ટેમ્પી સ્થળ ઉપર રોકી લીધેલ જે ટેમ્પીને કોર્ડન કરી જોતા ટેમ્પીમાં ડ્રાઇવર તથા તેની સાથે બીજો એક ઇસમ બેઠેલ હતો જે ટેમ્પીને આગળ પાછળ ટોર્ચ લાઇટના અજવાળે નંબર જોતા GJ.07.TV.4158 નો જણાઇ આવેલ.સદર ટેમ્પીની પાછળ ચેક કરતા પ્રવાહી ભરેલ પ્લાસ્ટીકના કોથળા ભરેલ હતા જેમાંથી પુષ્કળ દેશી દારૂની વાસ આવતી હોય જેથી બન્ને ઇસમોના નામઠામ પુછતા ડ્રાઇવર સીટ ઉપર બેઠેલ ઇસમે પોતે પોતાનું નામ (૧) કમલેશ ઉર્ફે નનુ રાવજીભાઈ તળપદા રહે.સલુણ શંકરપુરા રોડ ખેતરમાં તા.નડીયાદ જી.ખેડા તથા તેની બાજુમા સીટ ઉપર બેઠેલ ઇસમનું નામ ઠામ પુછતા પોતે પોતાનું નામ (૨) લવકુમાર ઉર્ફે અનીલ દિલીપભાઇ તળપદા રહે.સલુણ, ચોપટીપુરા તા.નડીયાદ જી.ખેડા નાઓની ભોગવટાની ભુરા કલરની અતુલ શક્તી કંપનીની ટેમ્પી નંબર GJ.07.TV.4158 કિ.રૂ. ૫૦,000/- તથા દેશીદારૂ લીટર ૮૫૦ કિ.રૂ.૧૭,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ.૫૦૦૦/- મળી કુલ રૂ.૭૨,૦૦૦/-નો પ્રોહી મુદ્દામાલ સાથે મળી આવતા સદર ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી નડિયાદ રૂરલ પો.સ્ટે. પ્રોહિબીશન ધારા હેઠળ ગુનો રજી. કરેલ છે.