Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 31°C

નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડતી પાડતી નડીયાદ સર્વેલન્સ સ્કોવ્ડ

નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડતી પાડતી નડીયાદ સર્વેલન્સ સ્કોવ્ડ

પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા તથા નાયબ પોલીસ અધિક્ષક વી.આર.બાજપાઈ નાઓએ મિલ્કત સબંધી ગુના બનતા અટકાવવા તથા બનેલ ગુનાના આરોપીઓને શોધી કાઢવા સારુ સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે નડિયાદ ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી.ભરવાડ નાઓના માર્ગદર્શન મુજબ સર્વેલન્સ પો.સબ.ઇન્સ એસ.બી.દેસાઇ તથા સ્ટાફના પોલીસ માણસો પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન અ.હેઙકો શ્રવણકુમાર સીયારામ નાઓને બાતમી હકિકત મળેલ કે “સુરેશ ઉર્ફે કોકો રહે. સલુણ તળપદા નાનો નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં નાસતો ફરતો છે. અને સદર ઇસમ હાલમાં હેલીપેડથી ફતેપુરા રીંગ રોડ તરફ જવાના નાકે બેસેલ છે. તેણે શરીરે કેસરી કાળા કલરનું આખી બાયનું શર્ટ તથા કોફી કલરનું પેન્ટ પહેરેલ છે”

જે બાતમી આધારે સદર ઇસમને પકડી યુકતિપ્રયુકતિથી ગુના સબંધે પુછપરછ કરતા ત્રણેક માસ અગાઉ સલુણ બસ સ્ટેન્ડ પાસેથી ગલ્લામાંથી ગેસની બોટલ ચોરેલ અને ગુનાના કામે નાસતા ફરતો હોવાની કબુલાત કરેલ જેથી સદર ઇસમને ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૫ (૧)(જે) મુજબ અટક કરી આગળની વધુ તપાસ સારુ નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશન સોંપવાની તજવીજ કરવામા આવેલ છે.

 

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.