નડિયાદ શહેરમાં રોડ અને ટ્રાફિક નિયમોનુ ઉલ્લંઘન કરતા વાહનચાલકો સામે કડક કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં પોલીસે ફેન્સી નંબર પ્લેટ ધરાવતા અને નંબર પ્લેટ વગરના 64 થી વધુ મોટરસાયકલ ડીટેઇન કર્યા હતા . નડિયાદ ટાઉન પોલીસે ડી માર્ટ, અક્ષર મોટેલ, સંતરામ,સરદાર ભવન અને મહા ગુજરાત સર્કલ પાસે કાર્યવાહી કરી હતી.
બીજી તરફ નડિયાદ પશ્ચિમ પોલીસે હાર્ટ હોસ્પિટલ પાસે એક કાર ઝડપી પાડેલ, જેમાં લગાવેલી નંબર પ્લેટ આધારે તપાસ કરતા નંબર પ્લેટ ખોટી હોવાનું માલૂમ પડ્યુ હતુ. જેથી આ અંગે પોલીસે કાર માલિક અને નંબર પ્લેટ બનાવી આપનાર સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રિપોર્ટર – યેશા શાહ(ખેડા)