Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 26°C

પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડતી પાડતી નડીયાદ ટાઉન સર્વેલન્સ સ્કોવ્ડ

પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડતી પાડતી નડીયાદ ટાઉન સર્વેલન્સ સ્કોવ્ડ

પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા તથા નાયબ પોલીસ અધિક્ષક વી.આર.બાજપાઇ નાઓએ અગામી રથયાત્રા તહેવાર અનુસંધાને પ્રોહિબીશન ડ્રાઇવ તથા પ્રોહિબીશનના જીલ્લાના તથા જીલ્લા બહારના નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા શોધી કાઢવા સારુ સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે નડિયાદ ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી.ભરવાડ નાઓના માર્ગદર્શન મુજબ સર્વેલન્સ પો.સબ.ઇન્સ એસ.બી.દેસાઈ તથા સ્ટાફના પોલીસ માણસો પેટ્રોલીંગમાં હતા.

દરમ્યાન અ.હેડકો શ્રવણકુમાર સીયારામ તથા પો.કો કિંજનકુમાર જગદિશચંદ્ર નાઓને સંયુક્ત બાતમી હકિકત મળેલ કે ” રૂત્વીકભાઈ તળપદા. રહે, કમળા ફાર્મ નડિયાદ તા.નડિયાદ નાનો અમદાવાદ શહેરના નારોલ પોલીસ સ્ટેશનના પ્રોહિબીશનના ગુનામાં નાસતો ફરતો છે. અને સદર આરોપી હાલ ઝકરીયા મસ્જીદ બહાર ઉભો છે તેણે શરીરે પ્રીન્ટેડ નેવી બ્લુ તથા સફેદ કલરની ડીઝાઈન વાળું આખી બાયનુ શર્ટ તથા ભુરા કલરનું જીન્સ પેન્ટ પહેરેલ છે”. જે બાતમી આધારે સદર ઇસમને પકડી ગુના સબંધે પુછપરછ કરતા પોતે ગુનાના કામે નાસતા ફરતા હોવાની કબુલાત કરેલ જેથી સદર ઇસમને ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૫ (૧)(જે) મુજબ અટક કરી આગળની વધુ તપાસ સારુ અમદાવાદ શહેરના નારોલ પોલીસ સ્ટેશન સોંપવાની તજવીજ કરવામા આવેલ છે.

 

 

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.