Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 34°C

નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનના છેતરપીંડીના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડતી પાડતી નડીયાદ ટાઉન સર્વેલન્સ સ્કોવ્ડ

નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનના છેતરપીંડીના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડતી પાડતી નડીયાદ ટાઉન સર્વેલન્સ સ્કોવ્ડ

પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા તથા નાયબ પોલીસ અધિક્ષક વી.આર.બાજપાઈ નાઓએ જીલ્લા તેમજ જીલ્લા બહારના નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સારુ જીલ્લાના પોલીસ અધિકારીઓને સુચના અને માર્ગદર્શન આપેલ.

ઉપરોકત સુચના અન્વયે નડિયાદ ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી.ભરવાડ નાઓના માર્ગદર્શન મુજબ પો.સબ.ઇન્સ આર.એચ.દેસાઈ તથા સર્વેલન્સ સ્કોર્ડના પોલીસ માણસો પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન અ.હેઙકો શ્રવણકુમાર સીયારામ તથા પો.કો નિકુંજકુમાર જગદિશચંદ્ર નાઓને તેઓના અંગત બાતમીદારથી બાતમી હકિકત મળેલ કે “નડિયાદ ડભાણ ગામેથી ખેડુતો પાસેથી તમાકુનો પાક વેચાણ રાખી તમાકુના પૈસા ખેડુતોને નહિ આપી છેતરપીંડી કરનાર આરોપી રંગીત ઉર્ફે રંગો રાઉલજી નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનના ગુનામાં નાસતો ફરતો છે. અને સદર આરોપી હાલમાં નડિયાદ ગંજ બજાર ખાતે ખરીદી કરવા આવેલ છે” જે બાતમી આધારે સદર આરોપીને નડિયાદ ગંજ બજારમાંથી પકડી યુકત્તિ પ્રયુકતિથી પુછપરછ કરતા આરોપીએ કબુલાત કરેલ છે કે સને ૨૦૨૨ માં જુન માસમાં તમાકુનો પાક તૈયાર થયેલ હોય તે વખતે ડભાણ ગામમાં ફરીયાદી પાસે તમાકુ ઉંચા ભાવે ખરીદવાનો વિશ્વાસ આપી તમાકુ ખરીદ કરી જેના પૈસા ફરીયાદીને ચુકવેલ ન હોય.

જે બાબતે ગુનો નોંધાયેલ હોય જે ગુનો કરી આરોપી નાસતો ફરતો હોવાની કબુલાત કરતા આ બાબતે નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે ખાત્રી કરાવતા નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશન ગુર.નં. ૧૧૨૦૪૦૪૫ ૨૪૦૩૬૦/૨૦૨૪ ઈ.પી.કો કલમ ૪૨૦, ૧૧૪ મુજબનો ગુનો દાખલ થયેલ હોવાનું જણાયેલ. જેથી સદર આરોપીને ગુનાના કામે ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૫ (૧)(જે) મુજબ અટક કરી નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે સોંપવાની તજવીજ કરવામાં આવેલ છે.

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.