નડિયાદ શહેરના સર્વાંગી વિકાસ તરફ વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરતા નડિયાદ મહાનગરપાલિકા વિસ્તારમાં ₹50.52 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત આજરોજ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ તથા પ્રદેશ મહામંત્રી અજયભાઈ બ્રહ્મભટ્ટના હસ્તે સંપન્ન થયુ.
આ વિકાસ કાર્યોમાં શહેરના વિવિધ વિસ્તારોમાં સીસી અને ડામર રસ્તાઓ, પેવર બ્લોક, સ્ટ્રીટ લાઈટ ડેવલોપમેન્ટ, ડ્રેનેજ અને સ્ટોર્મ વોટર ડ્રેઇન જેવી આધારભૂત સુવિધાઓનો સમાવેશ થાય છે. સાથે જ દાવોલિયાપુરા સ્પોર્ટ્સ સંકુલના અપગ્રેડેશન અને અન્ય વિકાસ કામોને પણ મંજૂરી આપવામાં આવી છે.
R&B વિભાગ દ્વારા ₹600 લાખના ખર્ચે નડિયાદ શ્રેયસ ગરનાળાથી પીજ ચોકડી સુધીના પીજ રોડનું સીસી તથા ડામર રોડનું કામ હાથ ધરવામાં આવશે. આ અંતર્ગત પીજ ચોકડી રોડ પર નિર્માણ પામનારા ઓવરબ્રિજ એપ્રોચથી રામદેવપીર મંદિર સુધી 1100 મીટરનો સીસી રોડ તેમજ રામદેવપીર મંદિરથી નેશનલ હાઈવે જંક્શન સુધી 1100 મીટર ડામર રોડ બનાવવામાં આવશે. ઉપરાંત ફર્નિચર તથા ફૂટપાથ રીપેરીંગની કામગીરી પણ હાથ ધરાશે.
તે ઉપરાંત ₹1609.74 લાખના ખર્ચે મહાનગરપાલિકા વિસ્તારમાં કુલ 29 રસ્તાઓની કામગીરી હાથ ધરાશે. ₹1633 લાખના ખર્ચે દાવોલિયાપુરા સ્પોર્ટ્સ સંકુલ અપગ્રેડેશન, તળાવ ડેવલોપમેન્ટ, ડ્રેનેજ, સ્ટ્રીટ લાઈટ અને કમ્પાઉન્ડ વોલ સહિત કુલ 7 વિકાસ કાર્યો હાથ ધરાશે. વધુમાં ₹1810 લાખના ખર્ચે શહેરના કુલ 56 રસ્તાઓમાં ડામર રોડ, સીસી રોડ અને પેવર બ્લોકની કામગીરી કરવામાં આવશે.
આ તમામ વિકાસ કાર્યો પૂર્ણ થયા બાદ નડિયાદ શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા વધુ સુગમ બનશે, નાગરિકોને ઉત્તમ માર્ગ સુવિધા મળશે તેમજ શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં નોંધપાત્ર વધારો થશે.
કાર્યક્રમ દરમિયાન મહાનગરપાલિકાના અધિકારીઓ, પૂર્વ કાઉન્સિલરો, પક્ષના પદાધિકારીઓ, વિસ્તારના અગ્રણીઓ તથા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
નડિયાદના વિકાસ માટે પ્રતિબદ્ધતા સાથે વિકાસની યાત્રા સતત આગળ વધી રહી છે.
રિપોર્ટર – યેશા શાહ (ખેડા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel