નરેન્દ્ર મોદી સતત ત્રીજી વાર દેશના પ્રધાનમંત્રી બન્યાં છે. રાજધાની દિલ્હી સ્થિત રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા શપથ ગ્રહણ સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પીએમ મોદીને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યાં હતા. સાંજના ૭.૧૫ કલાકે મોદી શપથ લેવા રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યાં હતા. સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં આ પહેલી વાર છે કે કોઈ પીએમે સતત ત્રીજી વાર શપથ લીધાં છે.
ત્યારે ખેડા જિલ્લા ભાજપ કાર્યાલય નડીયાદ મુકામે આ શપથવિધિ સમારંભ સમૂહમાં જોવાનો અને તેની ઉજવણી કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી, નડિયાદ શહેર ભાજપ સંગઠન પ્રમુખ વગેરે કાર્યકરોએ શપથવિધિ સમારંભ નિહાળ્યો હતો. અને કાર્યાલય પર ફટાકડા ફોડી પરસ્પર શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવી ઉજવણી કરી હતી. ત્રીજી ટર્મમાં પણ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આગેવાની હેઠળ દેશ વિકાસના સોપાન સર કરશે તેવો આત્મવિશ્વાસ કાર્યકરોએ વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટર – યેશા શાહ(ખેડા)