સમગ્ર ગુજરાતની સાથે ખેડા જિલ્લામાં આગામી તારીખ ૮ થી ૧૪ ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન યોજાનાર છે, જેમાં જિલ્લાની તમામ સરકારી-ખાનગી મિલકતો, જિલ્લામાં આવેલી ખાનગી ઈમારતો અને વ્યાપારી સંકુલો, શાળાઓ, વ્યક્તિગત ઘરો પર તિરંગો લહેરાશે. હર ઘર તિરંગા ઉત્સવને વધુ સઘન અને અસ૨કારક બનાવવા માટે જનજન સુધી તેના સંદેશા સાથે જાગૃતિ ફેલાય તે માટેના વિવિધ પ્રયાસો કરવા જિલ્લા કલેક્ટરે અધિકારીઓને અનુરોધ કર્યો હતો.
જેના ભાગરૂપે વડતાલ પોલીસ દ્વારા દેશના આન, બાન અને શાન એવા રાષ્ટ્રધ્વજનું વિતરણ કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમમાં વડતાલ પોલીસ સ્ટેશનના પીઆઈ વી.બી.દેસાઈ, પીએસઆઈ ઉષાબેન કાદરીયા સહિત સમસ્ત પોલીસ સ્ટાફ દ્વારા સ્થાનિક વિસ્તારોમાં રાષ્ટ્રધ્વજનું વિતરણ કરવામાં આવ્યું હતું.