કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને તાજેતરમાં રાષ્ટ્રીય પ્રવેશ પરીક્ષામાં ગોટાળા દૂર કરવા કેટલાક સુધારાની જાહેરાત કરી છે જે જાન્યુઆરીથી અમલમાં આવશે. રાષ્ટ્રીય સ્તરની પરીક્ષાઓમાં ગોટાળા પર રાધાકૃષ્ણન કમિટીની ભલામણો બાદ સરકારે સુધારા લાગુ પાડવાની વાત કરી છે. ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, “રાધાકૃષ્ણન સમિતિએ તેની ભલામણો આપી છે અને તેને લાગુ કરવા માટે રાજ્યોના સહયોગની જરૂર છે. મેં આ મામલે દરેકને અપીલ કરી છે, ખાસ કરીને પ્રવેશ પરીક્ષાઓને લઈને. મેં બધાને અપીલ કરી છે. રાજ્યોને સરકારે શિક્ષણ સચિવોને જાન્યુઆરીમાં નવી પ્રવેશ પરીક્ષા શરૂ કરવાની અપીલ કરી છે.
ઘણી પરીક્ષાના પેપર લીક થયાં હતા
રાધાકૃષ્ણન પેનલની રચના NEET અને NETમાં કથિત ગેરરીતિઓ બાદ કરવામાં આવી હતી, જેમાં કથિત પેપર લીકના કેસ પણ સામેલ હતા. અગાઉની UGC-NET પરીક્ષા સુરક્ષા સાથે ચેડાં કરવાની ચિંતાને કારણે રદ કરવામાં આવી હતી, અને CSIR-UGC NET અને NEET PG જેવી પરીક્ષાઓ પણ મુલતવી રાખવામાં આવી હતી. સરકારને આશા છે કે આ સુધારાઓ વધુ વિશ્વસનીય અને ભૂલ-મુક્ત પરીક્ષા પ્રક્રિયાને વધુ સુનિશ્ચિત કરશે.
પરીક્ષાઓને ફૂલપ્રુફ બનાવી દેશે
રાષ્ટ્રીય સ્તરની પરીક્ષાઓમાં આ તમામ નવા સુધારા લાગુ પડશે જે સરકારના દાવા પ્રમાણે, પરીક્ષાઓને ફૂલપ્રુફ બનાવી દેશે. જોકે કયા પ્રકારના સુધારાઓ લાગુ પાડવામાં આવશે તે વિશે કંઈ વધારે કહેવાયું નથી પરંતુ તેની ખબર જાન્યુઆરીમાં પડશે.