ખેડા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય, નડિયાદના ચેરમેન અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ એન.એ.અંજારીઆના અધ્યક્ષપણા અને માર્ગદર્શન હેઠળ તાજેતરમાં જિલ્લા ન્યાયાલય નડિયાદ મુકામે આવેલ કોર્ટો સહિત ખેડા જિલ્લાના તમામ તાલુકા મથકે કાર્યરત કોર્ટો ખાતે નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નેશનલ લોક અદાલતમાં કોર્ટોમાં ચાલી રહેલાં પેન્ડિંગ કેસોના નિકાલમાં જવલંત સફળતા મળી છે.
મોટર વાહન અકસ્માત વળતરના ૨૦૯ કેસોમાં રૂા. ૯,૩૦,૬૮,૯૨૦/-, નેગોશિયેબલ ઈન્સ્ટહ્રમેન્ટ એક્ટ ૧૩૮ના ચેક રિટર્નના ૫૯૨ કેસોમાં રૂા. ૯,૪૨,૮૪,૭૨૮/-, એન.સી. પ્રકારના ૬૦૦ કેસો, સ્પેશીયલ સીટીંગ ઓફ મેજીસ્ટ્રેટ કોર્ટમાં લાગુ પડતાં ૨૩૬૩ કેસો, બેંક/મની રીકવરીના ૪૧ કેસોમાં રૂા. ૫૭,૬૦,૧૪૬/-, લગ્નવિષયક દાવાઓના ૧૬૯ કેસોમાં રૂા. ૪૦,૧૮,૯૬૦/-, વીજળી-પાણી બિલ લેણાંના ૫૨૨ કેસોમાં રૂા. ૭૮,૦૮,૦૨૩/-, અન્ય સિવિલ દાવાઓના ૯૬ કેસોમાં રૂા. ૫૩,૨૨,૪૫૧/-, સમાધાનલાયક તથા અન્ય ક્રિમીનલ કેસોના ૧૧૯ કેસોમાં રૂા. ૧,૨૭,૯૭,૨૦૭/-, ફેમીલી કોર્ટના ૫૨ મળીને ૪૭૬૩ જેટલાં પેન્ડિંગ કેસોની સાથે રાષ્ટ્રીયકૃત બેંકો, મધ્ય ગુજરાત વીજ કંપની, અન્ય નાણાકીય સંસ્થાઓના લેણી રકમના કોર્ટમાં દાખલ નહીં કરાયેલ તેવા પ્રિલિટિગેશન પ્રકાશનાં ૧૩૫૮ કેસોમાં રૂા. ૨,૦૬,૯૬,૭૩૩/- સહિત કુલ રૂા. ૨૪,૩૭,૫૭,૧૬૮/- ની રકમના સમાધાન વળતરનાં કેસો, ટ્રાફીક નિયમ ભંગને લગતાં ટ્રાફીક ચલણનાં ૪૧૭૦ કેસોમાં રૂા. ૩૧,૩૨,૩૦૦/- તથા કબુલાત અને એન.સી. કેસોની રૂા. ૧,૩૫,૩૨૦/- મળી કુલ ૩૨ લાખથી વધુની રકમ દંડ પેટે સરકાર ખાતે વસુલાત લઈને ૨૪ કરોડથી વધુ સમાધાન વળતરનાં કુલ ૧૦૨૯૧ કેસો નો નિકાલ કરવામાં આવ્યો છે.