આગામી તા.09 માર્ચના રોજ રવિવારે ગોરીગળ બાપુનો મેળો ભરાનાર છે. આ મેળામાં ભાવિક-ભકતોને જવા-આવવા માટે મેળાના દિવસ દરમ્યાન નવસારી/બીલીમોરા ડેપો ખાતેથી એકસ્ટ્રા સંચાલન કરવામાં આવ્યું છે. જે અનુસાર નવસારી ડેપોથી વાંસકુઇ અને બીલીમોરા/ચીખલીથી વાંસકુઇ જવા આવવા માટે એકસ્ટ્રા બસો દોડાવાશે. જેનો તમામ ભાવિક-ભક્તોને લાભ લેવા એસ.ટી વલસાડ વિભાગીય નિયામકે જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, દક્ષિણ ગુજરાતમાં ગોળીગરની યાત્રા ખૂબ જ પ્રસિદ્ધ છે. હોળીના આગળના રવિવારે યોજાતી આ યાત્રામાં ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી પણ શ્રદ્ધાળુઓ આવીને બધા રાખવા અને બધા ઉતારવા માટે આવે છે. આ સાથે જ ભવ્ય મેળાનું પણ આયોજન કરવામાં આવે છે. જેમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટીને મેળામાં આનંદ માણતા હોય છે.