વલસાડ રેલ્વે પોલીસ સ્ટેશનમા દાખલ થયેલ મોબાઇલ સ્નેચિંગ તથા ગુનાહિત મનુષ્યવધની કોશિશના ગંભિર અને અનડિટેક ગુનાનો ભેદ ઉકેલી બે આરોપીઓ ને નવસારી એલ.સી.બી એ ઝડપી પાડ્યો છે વલસાડ રેલ્વે પોલીસ સ્ટેશન મા ભારતીય ન્યાય સંહિતા -૨૦૨૩ ની કલમ ૩૦૪(૨) ૧૧૦મુજબ ગુનો નોંધાયો હતો.
ફરીયાદી રાજેસ ભાઇ ધનજી ભાઇ ધંધુકિયા તા ૧૮-૯-૨૦૨૪ના રોજ કર્ણાવતી એકસપ્રેસ ટ્રેનમા સુરત થી વલસાડ જતા હતાં અને ટ્રેનમાં ઘણી ભીડ હોવાને કારણે પોતાની પાસે કોલેજ બેગ આગળ છાતી ના ભાગે ભેરવી ટ્રેન ના દરવાજા પાસે બેસી પોતાના મોબાઇલ ફોન પર વાત કરતાં હતાં ત્યારે વિજલપોર ફાટક પાસે આવતા ટ્રેન ની ટ્રેકની સાઇડમાં ૨૦ થી ૨૫ વર્ષની ઉંમર નો એક ઇસમ ઊભો હતો જેણે ફરિયાદી ના હાથ માંથી મોબાઇલ ખેંચવા જતા ફરીયાદી ની બેગના પટ્ટામાં તે ઇસમનો હાથ ફસાઇ જતાં તેણે ફરીયાદીને ટ્રેન માથી નીચે પાડી દીઇ મોબાઇલ ફોન લઈ નાસિ ગયેલો અને ફરીયાદીનો ડાબો પગ ટ્રેન નીચે આવી જતા પંજો કપાઈ ગયેલ અને ગંભીર ઇજાઓ થયેલ ફરીયાદીને સિવીલ હોસ્પિટલ માં દાખલ કરવામા આવ્યું હતું સારવાર દરમિયાન ફરિયાદીએ અજાણ્યા ઇસમના વિરુદ્ધમાં વલસાડ રેલ્વે પોલીસ સ્ટેશન માં મોબાઇલ સ્નેચિંગ તેમજ મનુષ્ય વધ કરવાની કોશિશનો અનડિટેક ગુનો દાખલ થયેલ .જે પછી પોલીસ દ્વારા સી સી ટીવી ફુટેજ મેળવી તેમજ બાતમીદારો તથા ટેકનીકલ સોર્સના માધ્યમથી આરોપી વિકાસ ઊર્ફે કુન્નો જે સંતોષ નગર મમતા ટોકીઝ પર્વત ગામ લિબાયત તથા સુરજ ઉર્ફે કાલુ રહે. ગીતા નગર કતારગામ સરતના બન્ને આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી વલસાડ રેલ્વે પોલીસ સ્ટેશન ને સોંપેલ છે.
રિપોર્ટર-અજીતસિંહ ઠાકુર(નવસારી)