પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીના હુકમ અન્વયે પોલીસ અધિક્ષકની કચેરી નડીયાદ ખાતે સાયબર ક્રાઇમ સબંધે જાહેર જનતામાં જાગૃતતા આવે તે સબંધીત એક પ્રેસ કોન્ફરન્સ રાખેલ જે પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન ખેડા જીલ્લાની જાહેર જનતાને સાયબર ક્રાઇમ થી બચવા માટે નીચે જણાવેલ જરૂરી સુચનો તેમજ માહિતીથી અવગત કરવામા આવેલ.
(૧) પીન નંબર, ઓટીપી, સીવીવી, ક્યુઆર કોડ જેવી માહિતી અજાણ્યા વ્યક્તિઓને આપશો નહીં.
૨) સોશિયલ મીડિયા ઉપર અજાણ્યા વ્યક્તિનો વિડીયો કોલ કે ફેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરતા પહેલા વિચારો .
૩) કોઈ કાર્ડ, સીમકાર્ડ વેલીડીટી, કેવાયસી રીન્યુ, બેન્ક ખાતું ચાલુ બંધ કે એક્ટિવ વગેરે માટે ફોન કે મેસેજ પર જવાબ આપવાનું ટાળો.
૪) પાસવર્ડને સુરક્ષિત રાખો નિયમિતપણે બદલો વેબસાઈટમાં “HTTPS” ખાસ જુઓ .
૫) ફી લોન, ફી ઇન્ટરનેટ, ફ્રી ગિફ્ટ જેવી લાલચમાં ખરાઈ કર્યા વગર અજાણી લિંક ક્લિક કરશો નહીં.
૬) સોશિયલ મીડિયા પર મિત્ર બની માહિતી કે રૂપિયાની માંગણી કરે તો આપશો નહીં.
૭) ફ્રી ગેમ એપ્લિકેશન, ફ્રી ગિફ્ટ, કેસ વાઉચરના નામે આવતી લીંક થી આપનો મોબાઈલ હેક થઈ શકે છે જેથી એ લીંક ક્લિક કરવી નહીં.
૮) ચાઈલ્ડ પોનોગ્રાફી મટીરીયલ રાખવું ડાઉનલોડ કરવું શેર કરવું સર્કિંગ કરવું અપલોડ કરવું એ અપરાધ છે જેમાં પાંચથી સાત વર્ષની જેલની સજા થઈ શકે છે.
૯) આપનો મોબાઈલ પાસવર્ડ પ્રોટેક્ટ રાખો અને અજાણી કે જાહેર જગ્યાએ ફોન ચાર્જમાં મુકતી વખતે ધ્યાન રાખો
૧૦) અજાણી વ્યક્તિ કે વિદેશી ફ્રેન્ડ દ્વારા વીડિયો કોલ દરમિયાન અનૈતિક કે અભદ્ર માંગણી કરવામાં આવે તો તેને સ્વીકારશો નહીં અને આપના માતા-પિતા દ્વારા પોલીસને જાણ કરો.
(૧૧) આપના મોબાઈલમાં બેન્કિંગ સંબંધિત એપ્લિકેશન ફિંગર પ્રિન્ટ પેટર્ન અને પાસવર્ડ લોક સુવીધાનો ઉપયોગ કરી થી સ્ટેપ સિક્યુરિટીથી સુરક્ષિત કરો.
૧૨) પોલીસ, બેન્ક કર્મચારી, કસ્ટમર કે એક્સાઇઝ અધિકારી તરીકે આવતા ફેક કોલ થી સતર્ક રહો તથા અજાણી ફ્રેન્ડ રિકવેસ્ટ સ્વીકારતા પહેલા ખરાઈ કરો.
૧૩) આપના સોશિયલ મીડિયા એકાઉન્ટને પણ ટુ સ્ટેપ સિક્યુરિટી રાખો.
૧૪) પોલીસ કે બેન્ક કર્મચારી તરીકેની ઓળખ આપી કોઈ ઓટીપી ની માંગણી કરે તો ઓટીપી આપશો નહીં અને હંમેશા એ ધ્યાન રાખો કે નાણા લેવા માટે કોઈ ઓટીપી કે લીંક ક્લિક કરવાની જરૂર નથી.
૧૫) મોબાઈલ કેમેરા, ફોનબુક કોન્ટેક્ટ, ગેલેરીના રીડ કે રાઈટ ના એક્સેસ માર્ક થી એપ્લિકેશન અલાઉ કરતા પહેલા તે એપ માટે તેની જરૂરિયાત છે કે કેમ તે ચોક્કસ તપાસો.
સોશિયલ મીડિયા સિક્યુરિટી બાબતે નીચે મુજબના સૂચનો છે,
– આપના સોશિયલ મીડિયા એકાઉન્ટ માટે ટુ ફેક્ટર ઓથેન્ટિફિકેશનનો ઉપયોગ કરો.
– પ્રોફાઈલ લોક રાખો. પ્રાઇવેસી સેટિંગ્સ ઇનેબલ રાખો
– પર્સનલ માહિતી શેર કરશો નહીં
– પાસવર્ડ યુનિક અને રેગ્યુલર બદલતા રહો
– અજાણ્યા લોકોને મિત્ર બનાવશો નહીં
આપના મોબાઇલને સિક્યોરીટી બાબતે નીચે મુજબના સૂચનો છે
– પાસવડ પ્રોટેક્શન
– એન્ટિવાયરસ સોફ્ટવેરનો ઉપયોગ કરવો
– ઓપરેટિંગ સિસ્ટમ અપડેટ કરતા રહેવું.
– વિશ્વસનીય સોર્સ પરથી જ એપ્લિકેશન ડાઉનલોડ કરવી રેગ્યુલર બેકઅપ લેતા રહો
– મોબાઈલ ગુમ થાય તો તમામ એકાઉન્ટના પાસર્વડ બદલી લેવા જોઈએ
સાયબર ક્રાઈમ કરતા આરોપીઓની મોડસ ઓપરન્ડી નીચે મુજબ છે
– ન્યૂડ વીડિયો કોલ ફોડ
– ઇન્સ્ટન્ટ લોન એપ ફોડ
* जनावटी लिड (Phishing Link)
➤ B (vishing call)
– ઓનલાઈન સેલિંગ પ્લેફોર્મ ફોડ
– સ્ક્રીન શેરીંગ એપ/રીમોટ એક્સેસ ફોડ
– કસ્ટમર કેર ફ્રોડ
– અજાણી/ અનવેરિફાઇડ મોબાઇલ એપ્લિકેશન ફ્રોડ