આ દરમ્યાન શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે બાંધકામની અમુક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ કરી છે, જેને જોઈને રામભક્તો ઉત્સાહિત થઈ રહ્યા છે.
રાજસ્થાનના વાઈટ માર્બલની અદ્ભૂત નક્કશી કામવાળી તસ્વીરો આપ અહીં જોઈ રહ્યા છો, જેના પર કરોડો લોકોની આસ્થા ટકેલી છે એટલે કે આ એજ જગ્યા છે, જ્યાં પ્રભુ શ્રી રામ ભવ્ય મંદિરમાં વિરાજમાન થશે.
નાગર શૈલી પર અયોધ્યામાં રામ મંદિરનું બાંધકામ થઈ રહ્યું છે, જ્યાં ભગવાન રામ વિરાજમાન હશે, તેને ચારેતરફથી અલૌકિક નક્કશીકામ કર્યું છે. જે રામ ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર હશે.
રામલલાના પ્રથમ તળ પર છત પર ફાઈલ ટચનું કામ ચાલી રહ્યું છે. રામલલાના મંદિરના બાંધકામનું પ્રથમ તળ બનીને તૈયાર થઈ ચુક્યું છે.
દરેક રામભક્તોના મનમાં આ ઈચ્છ છે કે, પોતાના આરાધ્ય દેવના ભવ્ય મંદિરનું બાંધકામ કેટલે સુધી પહોંચ્યું છે, તે જાણી શકે. કદાચ આ જ કારણ છે કે, સમય સમયે રામમંદિર ટ્રસ્ટ ભગવાન રામના મંદિરના બાંધકામની અમુક તસ્વીરો સોશિયલ મીડિયાના માધ્યમથી ભક્તોને શેર કરવામાં આવે છે.
મંદિર નિર્માણની તસવીર જોયા બાદ રામ ભક્તોમાં ઉત્સાહ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. રામભક્તોએ કહ્યું કે, રામલલાનું ભવ્ય મંદિર બાંધકામ જોઈને મન પ્રસન્ન થઈ ગયું. આ તસવીરોને ટ્રસ્ટે ટ્વિટર પર શેર કરી છે.
તસવીરોમાં આપને એક માર્ગ નજરે પડી રહ્યો છે, અને આજ માર્ગથી રામભક્ત રામલલાની પરિક્રમા કરશે અને જે સ્તંભ ઊભા છે, તે જ સ્તંભમાં દેવી દેવતાઓની મૂર્તિઓ કંડારવામાં આવશે.