શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં રામ લલ્લાના દર્શને આવતા ભક્તો હવે સવારે 6.30 થી રાત્રીના 9.30 સુધી મંદિરમાં દર્શન માટે પ્રવેશ કરી શકશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે તેના સત્તાવાર X (જે અગાઉ ટ્વિટર તરીકે ઓળખાતુ હતું ) હેન્ડલ પર આ જાહેરાત કરી છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર દ્વારા એવું પણ લખવામાં આવ્યું હતું કે, દરરોજ સરેરાશ 1 થી 1.5 લાખ ભક્તો રામ મંદિરમાં રામ લલ્લાના દર્શને આવી રહ્યા છે.
રામ મંદિરે મંદિરમાં આવનારા ભક્તો માટે પણ નિયમો નક્કી કર્યા છે. રામ મંદિરમાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા ગત 22 જાન્યુઆરી, 2024 ના રોજ થયું હતું અને ત્યારથી, રામ લલ્લાના મંદિરમાં ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે. ત્યારે ચાલો નિયમો, દર્શનના સમય, પ્રવેશ અને અન્ય વિગતોમાં થયેલા ફેરફારો અંગે અવગત થઈએ.
-શ્રી રામ જન્મભૂમિ મંદિરની મુલાકાત લેતા તમામ ભક્તોના ધ્યાન માટે
– શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં દરરોજ સરેરાશ 1 થી 1.5 લાખ શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે.
-ભક્તો સવારે 6:30 થી 9:30 વાગ્યા સુધી શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં દર્શન માટે પ્રવેશ કરી શકશે.
For the kind attention of all devotees visiting the Shri Ram Janmabhoomi Mandir:
The Shri Ram Janmabhoomi Mandir is witnessing an average of 1 to 1.5 lakh pilgrims daily.
Devotees can enter the Shri Ram Janmabhoomi Mandir for Darshan from 6:30 AM to 9:30 PM.
The entire process… pic.twitter.com/F41JMgyIBr
— Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) March 13, 2024
રામ મંદિર અયોધ્યા: નવી માર્ગદર્શિકા
રામ મંદિરની મુલાકાતે આવતા ભક્તોને સલાહ આપવામાં આવે છે કે, તેઓ તેમના મોબાઈલ ફોન, જૂતા, પર્સ વગેરે મંદિર પરિસરની બહાર તેમની સુવિધા માટે અને સમય બચાવવા માટે છોડી દે. અધિકારીઓએ ભક્તોને શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં ફૂલ, માળા કે પ્રસાદ ન લાવવા પણ કહ્યું છે.
શ્રી રામ મંદિર: દર્શનનો સમય
જો તમે રામ મંદિરની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો તો શ્રી રામ જન્મભૂમિ મંદિરની મુલાકાત લેવાનો સમય સવારે 6.30 થી રાત્રીના 9.30 સુધીનો છે. પ્રવેશથી બહાર નીકળવા સુધી, રામ મંદિરમાં દર્શન કરવા સરળ છે. ભક્તો 60 થી 75 મિનિટમાં રામલલાના આસાનીથી દર્શન કરી શકશે.
અયોધ્યા રામ મંદિર: આરતીનો સમય
મંગળા આરતી, શ્રૃંગાર આરતી અને શયન આરતી માટે એન્ટ્રી પાસની જરૂર પડે છે, જ્યારે અન્ય આરતીઓને એન્ટ્રી પાસની જરૂર હોતી નથી.
આરતીનો સમય:
મંગળા આરતી : સવારે 4 કલાકે
શ્રૃંગાર આરતી : સવારે 6.15 કલાકે
શયન આરતી: રાત્રે 10 કલાકે
રામ મંદિર દર્શનઃ પ્રવેશ પાસ
પ્રવેશ પાસ મફત છે, અને યાત્રાળુએ નામ, ઉંમર, શહેર, આધાર કાર્ડ નંબર અને મોબાઈલ નંબર જેવી માહિતી આપવી પડશે. પાસ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની વેબસાઈટ પરથી પણ મેળવી શકાશે. રામલલ્લાના દર્શન માટે કોઈ ખાસ પાસ ઉપલબ્ધ નથી અને તેના માટે કોઈ ફી લેવામાં આવતી નથી.