આસામમાં મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા ના પરિવાર સાથે જોડાયેલા પાસપોર્ટ વિવાદે હવે રાજકીય રંગ પકડ્યો છે. આ કેસમાં તપાસને તેજ કરતા આસામ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ રણદીપ સિંઘ સુરજેવાલાને સમન્સ મોકલી 23 મેના રોજ ગુવાહાટીમાં હાજર રહેવા જણાવ્યું છે.
આ પગલું કેસમાં નવા વળાંક તરીકે જોવામાં આવી રહ્યું છે, કારણ કે તપાસ દરમિયાન કેટલાક નવા નામો સામે આવ્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.
વિવાદની શરૂઆત કેવી રીતે થઈ?
આ સમગ્ર મામલો ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડા એ પત્રકાર પરિષદમાં મુખ્યમંત્રીની પત્ની રિનિકી ભુયાન સરમા અંગે ગંભીર આરોપો લગાવ્યા હતા.
ખેડાએ દાવો કર્યો હતો કે રિનિકી ભુયાન સરમા પાસે United Arab Emirates, Egypt અને Antigua and Barbuda એમ ત્રણ દેશોના પાસપોર્ટ છે. ભારતમાં બેવડી નાગરિકતા માન્ય ન હોવાથી આ આરોપોએ રાજકીય તણાવ ઊભો કર્યો હતો.
Crime Branch has summoned Congress MP Randeep Singh Surjewala to appear before the police at the Crime Branch police station in Guwahati on May 23 in connection with the passport controversy linked to Assam CM HB Sarma's wife Riniki Bhuyan Sarma: Assam Police
— ANI (@ANI) May 19, 2026
દાવા થયા ખોટા, તપાસ શરૂ
પછી સામે આવ્યું કે પત્રકાર પરિષદમાં દર્શાવાયેલા દસ્તાવેજો સાચા નહોતા. તપાસમાં જાણવા મળ્યું કે આ દસ્તાવેજો સોશિયલ મીડિયા પરથી લેવામાં આવ્યા હતા અને એડિટ કરીને રજૂ કરવામાં આવ્યા હતા.
આ બાદ સીએમ સરમાએ કડક કાર્યવાહી કરવાની જાહેરાત કરી હતી, જેના અનુસંધાનમાં સત્તાવાર ફરિયાદ નોંધાઈ અને ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી.
પૂછપરછ અને નવા નામો
આ કેસમાં પવન ખેડા પહેલેથી જ ગુવાહાટીમાં ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ હાજર થઈ ચૂક્યા છે, જ્યાં તેમની લગભગ 8 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી.
પૂછપરછ દરમિયાન તેમના નિવેદનમાં રણદીપ સિંઘ સુરજેવાલા નું નામ સામે આવ્યું હતું, જેના આધારે હવે તેમને પણ સમન્સ પાઠવવામાં આવ્યા છે.
કેટલાક સૂત્રો અનુસાર, આ સમગ્ર વિવાદમાં કોંગ્રેસના અન્ય નેતા ગૌરવ ગોગોઈ ના નામની પણ ચર્ચા થઈ રહી છે, જોકે અધિકારીઓ દ્વારા હજુ સુધી તેની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
રાજકીય ગરમાવો વધ્યો
આ કેસને કારણે આસામ તેમજ રાષ્ટ્રીય રાજકારણમાં તણાવ વધી ગયો છે. સત્તાધારી અને વિરોધ પક્ષ વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર તેજ બન્યો છે, અને આવનારા દિવસોમાં તપાસ વધુ રાજકીય વળાંક લઈ શકે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel