રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 46મી એજીએમમાંથી (RIL AGM 2023) મોટા સમાચાર સામે આવ્યા છે. મુકેશ અંબાણીની (Mukesh Ambani) પત્ની નીતા અંબાણીએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાંથી રાજીનામું આપી દીધું છે. હવે તેમની જગ્યાએ ઈશા અંબાણીની નિમણૂક કરવામાં આવી છે. RIL બોર્ડે ઈશા અંબાણી, આકાશ અંબાણી અને અનંત અંબાણીની બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં નિમણૂક કરવાની ભલામણ કરી છે. નીતા અંબાણી બોર્ડમાંથી રાજીનામું આપશે. જો કે, તેઓ રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન તરીકે ચાલુ રહેશે.
છેલ્લા 10 વર્ષમાં $150 બિલિયનનું રોકાણ કર્યું
મુકેશ અંબાણીએ એજીએમમાં જણાવ્યું કે, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે છેલ્લા 10 વર્ષમાં $150 બિલિયનનું રોકાણ કર્યું છે. તેમણે કહ્યું કે કોઈપણ કોર્પોરેટ જૂથ દ્વારા કરવામાં આવેલું આ સૌથી મોટું રોકાણ છે. મુકેશ અંબાણીએ કહ્યું કે નાણાકીય વર્ષ 2023માં રિલાયન્સે 2.6 લાખ નવા લોકોને નોકરી આપી છે. તેમણે જણાવ્યું કે હાલમાં રિલાયન્સમાં ઓનરોલ કર્મચારીઓની સંખ્યા 3.9 લાખ સુધી પહોંચી ગઈ છે.
રિલાયન્સની એકીકૃત આવક 9,74,864 કરોડ રૂપિયા
તેમણે કહ્યું કે આપણે જેટલી પરોક્ષ આજીવિકાની તકો ઊભી કરી છે તેની સંખ્યા અનેક ગણી વધારે છે. માહિતી આપતા મુકેશ અંબાણીએ કહ્યું કે રિલાયન્સની એકીકૃત આવક 9,74,864 કરોડ રૂપિયા હતી. તે જ સમયે, નાણાકીય વર્ષ 2023 માં, રિલાયન્સનું EBITDA રૂ. 1,53,920 કરોડ હતું, જ્યારે ચોખ્ખો નફો 73,670 કરોડ હતો.
Jio Air Fiber 19 સપ્ટેમ્બરે લોન્ચ થશે
Jioના એર ફાઈબરની રાહ પૂરી થઈ ગઈ છે, તે ગણેશ ચતુર્થી એટલે કે 19 સપ્ટેમ્બરે લોન્ચ થશે. Jio Air Fiber 5G નેટવર્ક અને અત્યાધુનિક વાયરલેસ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઘરો અને ઓફિસોમાં વાયરલેસ બ્રોડબેન્ડ સેવા પ્રદાન કરશે. Jio Air Fiberના લેન્ડિંગને કારણે ટેલિકોમ્યુનિકેશનના ક્ષેત્રમાં ઉથલપાથલ થવાની સંભાવના છે.
મુકેશ અંબાણીએ કહ્યું કે ભારતમાં કાર્યરત કુલ 5G સેલમાંથી લગભગ 85 ટકા જિયોના નેટવર્કમાં છે. અમારી વર્તમાન ગતિએ, અમે દર 10 સેકન્ડે અમારા નેટવર્કમાં એક 5G સેલ ઉમેરી રહ્યા છીએ અને ડિસેમ્બર સુધીમાં અમારી પાસે લગભગ 1 મિલિયન 5G સેલ કાર્યરત હશે: