543 લોકસભા બેઠકો પર સાત તબક્કાના મતદાન બાદ આજે પરિણામ જાહેર થશે. 80 દિવસ સુધી ચાલેલી પ્રક્રિયા બાદ 8,360 ઉમેદવારોના ભાવિનો નિર્ણય લેવામાં આવશે. આ પરિણામોથી સ્પષ્ટ થઈ જશે કે આવનાર પાંચ વર્ષો સુધી દેશમાં કઈ પાર્ટીની સરકાર બનશે.
ભારતની આ લોકસભાની ચૂંટણી હવે માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ આની ખૂબ ચર્ચા થઈ રહી છે. વિદેશી મીડિયા ભારતની ચૂંટણી અને તેના સંભવિત પરિણામોમાં ખાસ રસ લઈ રહ્યું છે. કેટલાક મોટા ગ્લોબલ મીડિયા હાઉસે શનિવારે છેલ્લા અને સાતમા તબક્કાના મતદાન બાદ હાથ ધરાયેલા એક્ઝિટ પોલ પર વિવિધ ટિપ્પણીઓ કરી હતી.સાથે જ આજે ભારતમાં લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થશે અને પીએમ મોદી ભારતમાં ફરી સત્તામાં આવશે કે વિપક્ષની ગઠબંધન સરકાર બનશે તેના પર પણ સમગ્ર વિશ્વની નજર છે.
શું કહી રહી છે વિદેશી મીડિયા..?
જે ઘણીવાર મોદી સરકારની આકરી ટીકા કરે છે, તેણે સ્વીકાર્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભારતીય રાજકીય ક્ષેત્રે એક શક્તિ છે. તેમાં કહેવામાં આવ્યું છે: ” નરેન્દ્ર મોદીને વડાપ્રધાન તરીકે સતત ત્રીજી વખત જીતવાની સંભાવના તરીકે જોવામાં આવે છે. આવું થયું તો તેઓ ભારતના લગભગ 75 વર્ષમાં પ્રજાસત્તાક તરીકે આ સિદ્ધિ હાંસલ કરનાર માત્ર બીજા વ્યક્તિ બનશે.’
CNNએ આ વિશે લખ્યું કે’6 અઠવાડિયાથી વધુ સમય સુધી મતદાન થયું, લાખો વોટ પડ્યા અને અબજો ડોલરનો ખર્ચ થયો. જંગી રાષ્ટ્રવ્યાપી ચૂંટણી બાદ ભારત મંગળવારે નવા નેતાની જાહેરાત કરશે. એશિયામાં ભારતની વ્યૂહાત્મક સ્થિતિ અને તેની વધતી જતી અર્થવ્યવસ્થાને જોતાં, ચૂંટણીના પરિણામો તેની સરહદોની બહાર પણ ચર્ચિત રહેશે અને લોકોને અસર કરશે. ખાસ કરીને યુએસ, રશિયા અને ચીનનું ધ્યાન આકર્ષિત કરશે.’
અલ જઝીરાએ તેના એક લેખમાં લખ્યું હતું કે, ‘જો મંગળવારે ચૂંટણીના પરિણામો એક્ઝિટ પોલ પ્રમાણે આવશે તો પીએમ મોદીની પાર્ટી ભાજપ 2019ની ચૂંટણી કરતાં પણ સારું પ્રદર્શન કરી શકશે. સ્વતંત્ર ભારતમાં, આ પહેલા કોઈ પણ વડાપ્રધાને દરેક વખતે વધુ સારી સંખ્યા સાથે સતત ત્રણ લોકસભા ચૂંટણી જીતી નથી.’
જાપાન ટાઈમ્સે એક લેખમાં વડાપ્રધાન મોદીના પરત આવવાની આગાહી કરવામાં આવી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પાર્ટી સતત ત્રીજી વખત ભારતની ચૂંટણીઓમાં નિર્ણાયક બહુમતી મેળવવા માટે તૈયાર છે, બહુવિધ એક્ઝિટ પોલ્સ દર્શાવે છે કે, વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા પર તેમના દાયકા-લાંબા શાસનને લંબાવશે.
બ્રિટનના મોટા અખબાર ધ ગાર્ડિયને લખ્યું છે કે એક્ઝિટ પોલ આગાહી કરી રહ્યા છે કે પીએમ નરેન્દ્ર મોદી ત્રીજી વખત ઐતિહાસિક રીતે જીતશે. હિન્દુ રાષ્ટ્રવાદી નેતા નરેન્દ્ર મોદી માટે આ ઐતિહાસિક જીત હશે. તેમણે ભારતના બિનસાંપ્રદાયિક લોકશાહીમાં પરિવર્તન લાવ્યું છે.