ભારતના ઈન્ટરનેશનલ સોલર એલાયન્સમાં હવે ચિલી (Chile) પણ જોડાઈ ગયું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ સોશ્યલ મીડિયા પર આ વાતની જાણકારી આપી હતી.
Chile becomes 95th member of International Solar Alliance: MEA
Read @ANI Story | https://t.co/W6k4vAMqm3#MEA #Chile #InternationalSolarAllaince pic.twitter.com/p20LxOTPTS
— ANI Digital (@ani_digital) November 6, 2023
અરિંદમ બાગચીએ X (અગાઉનું ટ્વિટર) પર માહિતી આપી
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ X (અગાઉનું ટ્વિટર) પર જણાવ્યું હતું કે આજે તેમણે ચિલીના રાજદૂત જુઆન એંગ્યુલો અને વિદેશ મંત્રાલયના સંયુક્ત સચિવ અભિષેક સિંહ સાથે મુલાકાત કરી હતી. આ મીટિંગ દરમિયાન એંગ્યુલોને ઈન્ટરનેશનલ સોલર એલાયન્સ (ISA) ઉપકરણ અને દસ્તાવેજો સોંપવામાં આવ્યા હતા. આ સાથે જ ચિલી આ જોડાણનું 95મું સભ્ય બની ગયું છે.