પ્રદુષણના કારણે દિલ્લી રહેવા માટે સૌથી ખરાબ જગ્યાઓ માંથી એક બની ગઈ છે. દિલ્લીના લોકો સિગરેટ ખરીદ્યા વગર જ એક દિવસમાં 10 થી 15 સિગરેટ જેટલો જ ધુમાડો લઇ રહ્યા છે. જેના ઉપાયરૂપે દિલ્લી સરકારે ફરી એકવાર ઓડ-ઇવન રુલ લાગુ કરવાનો નિર્યણ લીધો છે. જેના માટે 13 નવેમ્બરથી 20 નવેમ્બર વચ્ચેની તારીખ નક્કી કરવામાં આવી છે. તમને જાની નવી લાગશે કે ભારત કોઈ એવો પ્રથમ દેશ નથી કે જ્યાં આવા પ્રકારના વિચિત્ર નિયમો અમલમાં આવવામાં આવે છે. આજે એવા જ ટ્રાફિક કંટ્રોલ કરવા માટે વિચિત્ર નિયમોનો ઉપયોગ કરવા બાબતે માહિતગાર કરીશું.
દિલ્લીમાં ઓડ-ઇવનનો અમલ
દિલ્લીમાં પ્રદુષણ ઘટાડવા માટે ઘણા નવા નિયમોનો અમલ કરવામાં આવી રહ્યો છે. એમાં સૌથી મોટો નિયમ ઓડ-ઇવન રુલ છે. જેમાં એક અઠવાડિયા માટે માત્ર ઈવન નંબરપ્લેટની ગાડીઓ રસ્તા પર ચાલશે અને બાકીના દિવસ ઓડ નબરની ગાડીઓ ચાલશે. જેના માટે એક શેડ્યુલ બનાવવામાં આવશે. આ દરમ્યાન એક અઠવાડિયા માટે તેની સમીક્ષા કરીને સરકાર આ રુલને લાંબા સમય સુધી અમલમાં લેવા એ નહિ તેનો નિર્યણ લેશે.
આ દેશમાં નથી જોવા મળતી ટ્રાફિક લાઈટ્સ
ભૂટાન એટલે એક એવો દેશ દુનિયાનો એકમાત્ર એવો દેશ કે જ્યાં ટ્રાફિક લાઈટ્સ જોવા જ મળતી નથી, જ્યાં ટ્રાફિક જામની સમસ્યા ખૂબ જ ઓછી થાય છે. જેની પાછળનું કારણ એ છે કે ભૂટાન એ એક પહાડી દેશ છે. આથી લોકો ત્યાં આરામથી ગાડી હલાવે છે અને સાથે રસ્તા પર આવી જતા જાનવરોથી બચવા પણ લોકો પહાડી વિસ્તારમાં ધીમી ગતિએ વાહનો ચલાવે છે.