ગુજરાત – ‘અમેરિકા-ઈરાન યુદ્ધની અસર ભારતીયોને ઓછી-વત્તી માત્રામાં ભોગવવી પડી રહી છે. ભારતમાં આતંકવાદ, નક્સલવાદ, ‘લવ જેહાદ’, ‘લેંડ જેહાદ’, ધર્માંતરણ, ગૌહત્યા ઇત્યાદિે સમસ્યાઓમાં હવે ‘કોર્પોરેટ જેહાદ’ અને ‘જૈવિક જેહાદ’ જેવાં નવાં સંકટો ઉમેરાયાં છે. સામાન્ય વ્યક્તિએ પણ ઉપરોક્ત કોઈપણ સંકટનો સામનો કરવો પડી શકે છે. આવા સંકટના સમયે શું કરવું, તેનો ઉત્તર ભારતની અદ્વિતીય ગરુ-શિષ્ય પરંપરાએ અગાઉથી જ આપી રાખ્યો છે. તે સમાજ સુધી પહોંચાડવા માટે સનાતન સંસ્થા આ વર્ષનો ‘ગુરુપૂર્ણિમા મહોત્સવ’ એ ‘રામરાજ્યની નિર્મિતિની દિશા સ્પષ્ટ કરનારો ઉત્સવ’ તરીકે ઉજવી રહી છે.
આ ઉત્સવ બુધવાર, ૨૯ જુલાઈના દિવસે આયોજિત કરવામાં આવી રહ્યો છે. આ વર્ષે આ મહોત્સવ ગુજરાતી, હિંદી, મરાઠી, કન્નડ, તેલુગુ, મલયાલમ ઇત્યાદિે વિવિધ ભાષાઓમાં સમગ્ર દેશમાં ૮૧ સ્થળોએ, જ્યારે ગુજરાત માં અમદાવાદ વડોદરા અને સુરત ખાતે 3 સ્થળોએ ગુરુપૂર્ણિમા મહોત્સવોનું આયોજન સંસ્થાના વતીએ કરવામાં આવ્યું છે.
આ મહોત્સવમાં શ્રી વ્યાસપૂજન અને પ.પૂ. ભક્તરાજ મહારાજજીનું પ્રતિમાપૂજન (ગુરુપૂજન), સનાતન સંસ્થાના સંસ્થાપક સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. આઠવલેજીના કાર્ય પર લઘુ ચલચિત્ર, ધર્મરક્ષકો અને હિન્દુનિષ્ઠોનું સન્માન, રાષ્ટ્રભક્ત અને ધર્મનિષ્ઠ મહાનુભાવોનું માર્ગદર્શન, રામરાજ્યની સ્થાપના માટેનો સંકલ્પ અને નામજપ, તેમજ ‘રામરાજ્ય અથાત્ હિંદુ રાષ્ટ્રની સ્થાપના માટેનો સંઘર્ષ અને દિશા’ જેવા વિષયો પર મહાનુભાવ વક્તાઓનું વિશેષ માર્ગદર્શન થશે. આ મહોત્સવમાં ગ્રંથપ્રદર્શન તેમજ રાષ્ટ્ર-ધર્મ વિષયનું ફલક પ્રદર્શન પણ આયોજિત કરવામાં આવશે. તેથી બધાએ આ અમૂલ્ય અવસરનો લાભ લેવો, એવું આવાહન સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે.
‘ઑનલાઇન’ ગુરુપૂર્ણિમા મહોત્સવ : દેશ-વિદેશના શ્રદ્ધાળુઓ ગુરુપૂર્ણિમાનો લાભ લઈ શકે તે માટે સનાતન સંસ્થા દ્વારા ગુજરાતી, હિંદી, અંગ્રેજી, મરાઠી, કન્નડ અને મલયાલમ ભાષાઓમાં ‘ઑનલાઇન ગરુપૂર્ણિમા મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે. ૨૯ જુલાઈના દિવસે ગુજરાતી ભાષાના ‘ગુરુપૂર્ણિમા મહોત્સવ’નો લાભ નીચે આપેલી લિંક પરથી લઈ શકાશે :
સમય : સાંજે ૪ થી ૫
સ્થાનિક ગુરુપૂર્ણિમાના સરનામાં અને સમય :
૧. શ્રી રાજરાજેશ્વરી કૈલાદેવી- મહાલક્ષ્મી મંદિર, કબીરચોક રોડ, સાબરમતી, અમદાવાદ.
સમય – સાંજે ૫ :૦૦ વાગ્યે
૨. મંગલેશ્વર મહાદેવ જલારામ મંદિર, માંજલપુર, વડોદરા .
સમય – સાંજે ૫:૩૦ વાગ્યે
૩. જ્ઞાન જ્યોતિ વિદ્યાલય , ધ્રુવ પાર્ક સોસાયટી, દેવત ગામ રોડ, ગોડાદરા, સુરત.
સમય – સાંજે ૫:૩૦ વાગ્યે
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel