Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 36°C

વસંતપંચમીના શુભ અવસરે વડતાલ ધામ ખાતે સત્સંગ વંશાવલી લેખનનો શુભારંભ કરાયો

વસંતપંચમીના શુભ અવસરે વડતાલ ધામ ખાતે સત્સંગ વંશાવલી લેખનનો શુભારંભ કરાયો

મહાસુદ પાંચમ વસંત પંચમી રવિવારના દિવસે કુંભ તથા પ્રયાગરાજની જેમ હવે વડતાલ ધામ મંદિર ખાતે આચાર્ય રાકેશપ્રસાદજીના વરદ હસ્તે કુલવૃક્ષ સત્સંગ વંશાવલી લેખન કાર્યનો શુભારંભ કરવામાં આવ્યો.

આચાર્ય રાકેશપ્રસાદજી તથા સંતો મહંતોના આર્શીવચનથી વડતાલધામ ખાતે જે સત્સંગ વંશાવલી કેન્દ્ર કાર્યરત કરવામાં આવેલ છે જેનાથી સૌ સત્સંગીબંધુ કુલવૃક્ષ સત્સંગ વંશાવલી લેખન કેન્દ્ર ખાતે ડિજિટલ એપના માધ્યમથી સત્સંગીઓના પરિવારનું લેખન કાર્ય કરી શકશે તથા આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજે સૌ સત્સંગી પરિવાર આ ઉમદા કાર્યમાં સામેલ થાય તેવા આશીર્વાદ પણ આપ્યા હતા.
કુલવૃક્ષ સત્સંગ વંશાવલી લેખન કાર્યમાં સત્સંગી પોતાના પરિવારનો ઈતિહાસ,ગોત્ર વિગેરે જેવી બાબતો ડિજિટલ એપના માધ્યમથી તેમજ પોતાના પરિવારની સિદ્ધિઓ સાથે ઓડિયો અને વીડિયો પણ આજીવન સુનિશ્ચિત રાખી શકે છે. આ વંશાવલીમાં માધ્યમથી સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો પણ ભવિષ્યમાં જ્યારે પણ દર્શને આવશે ત્યારે પોતાની પેઢી,વારસો વિગેરેની વિગતો જાણી શકશે જેનાથી પારંપારિક રિવાજો તથા સંસ્કારોનું પણ સિંચન ભાવિપેઢી માં જોવા મળશે અને ઇતિહાસ એનો જ માનવામાં આવે છે જેનો લખાયો છે જેથી આ પ્રસંગે સૌ સત્સંગીઓ તથા સમાજના તમામ વર્ગ આધુનિક વંશાવલી લેખન કાર્યનો લાભ મેળવે તેવી હાર્દિક શુભકામના પાઠવવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે કુલવૃક્ષને 2025 માં યોજાયેલ પરમ ધર્મસંસદ 1008ની અંદર વંશાવલી લખવા માટેની માન્યતા આપવામાં આવી છે અને ધર્મસંસદમાં વંશ પ્રમાણે ડિજિટલ રેકોર્ડ રાખવાની વાત પણ કરવામાં આવી છે જેથી ભાવિપેઢીને પોતાના કુળ,વંશ,ગોત્ર વિગેરે વિશે ડિજિટલ માધ્યમથી માહિતી સરળ રીતે પ્રાપ્ત થઈ શકે.

આ પ્રંસગે વડતાલ ધામ મંદિરના કોઠારીશ્રી સંત સ્વામીજી, જ્ઞાનબાગથી લાલજી ભગત, સંતગણ,ધી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી નડીઆદ ચેરમેન તેજશકુમાર પટેલ તથા અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.