ભાવનગર સાંસદ અને રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયા મહિલા દિન નિમિતે જવાહર મેદાનમાં તારીખ ૯ થી ૧૨ “નમો સખી સંગમ મેળો” ને ખુલ્લો મૂકશે જેમાં મહિલા સ્વ સહાય જૂથો દ્વારા ઉત્પાદિત ચીજ વસ્તુઓને વ્યાપક બજાર ઉપલબ્ધ કરાવવાના હેતુથી ૧૦૦ વેચાણ કમ પ્રદર્શન સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે .
૯ માર્ચના રોજ સવારે ૧૦:૩૦ કલાકે નિમુબેન બાંભણિયાના વરદ હસ્તે મેળાને ભાવનગરની જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવશે તેમજ સાથે યોજાનાર કાર્યક્રમમાં સ્વ સહાય જૂથો સાથે જોડાઈને જિલ્લાની ગ્રામ્ય મહિલાઓ દ્વારા લખપતિ દીદી, નમો ડ્રોન દીદી અને અન્ય ઉધ્યમો થકી પ્રાપ્ત કરેલ અસાધારણ સફળતાઓની ગાથા રજૂ કરવામાં આવશે .
તા.૧૦ માર્ચ,૨૦૨૫ ના રોજ સવારે ૧૦:૩૦ થી ૦૧:૧૫ સુધી સ્ત્રી “શક્તિ, મુક્તિ અને પ્રગતિ” વિષય પર લોકપ્રિય મોટીવેશનલ સ્પીકર શજય વસાવડા દ્વારા પ્રેરક ઉદબોધન કરવામાં આવશે તેમજ બપોરે ૨:૩૦ થી ૦૫:૦૦ દરમીયાન “સ્ત્રી સશક્તિકરણ” વિષય પર વિખ્યાત મોટીવેશનલ સ્પીકર નહલબેન ગઢવી દ્વારા અને “મહિલા આરોગ્યના વિવિધ પાસા વિષય પર સુપ્રીન્ટેન્ડન્ટશ સર ટી. હોસ્પીટલ દ્વારા વક્તવ્ય આપવામાં આવશે . તેમજ તા.૧૧ માર્ચના ૩.૩૦ થી ૬.૦૦ સુધી “નારી તું નારાયણી” વિષય પર મોટીવેશનલ સ્પીકર તુષાર શુક્લા દ્વારા વક્તવ્ય આપવામાં આવશે .