કેન્દ્ર સરકાર અને આર્મીના ઓપરેશન સિંદૂરને દેશના નાગરિકો બિરદાવી રહ્યા છે અને આતંકવાદીઓનો ખાત્મો થતા અલગ અલગ રીતે ઉજવણી પણ કરી રહ્યા છે. ત્યારે નવસારીના સ્વંયભૂ દેવેશ્વર મહાદેવ મંદિરમાં ગર્ભગૃહમાં ઓપરેશન સિંદૂરની સાથે તિરંગાની રંગોળી દોરીને આ શૌર્યની કામગીરીને બિરદાવવામાં આવી હતી. તો આ સાથે જ મંદિર પટાંગણમાં અન્ય એક રંગોળી બનાવીને તેના પર મિસાઈલ, સિંદૂર પૂરેલ મહિલા દોરી તેમાં લખવામાં આવ્યું હતું કે, ધર્મ પૂછકર મારા થા, હમ ધર્મ બતાકર મારેંગે,
ઉલ્લેખનીય છેકે, ઉરીની સર્જિકલ સ્ટ્રાઇક, પુલવામાની એર સ્ટ્રાઈક બાદ હવે મિસાઈલ સ્ટ્રાઇક કરીને આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે.