દિલ્હીમાં ‘કૌટિલ્ય ઇકોનોમિક કોન્ક્લેવ’નું આયોજન થયું હતું. જેમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન હાજરી આપી ઉપરાંત તેમાં સંબોધન કર્યું હતું. આ સંબોધનમાં કેન્દ્રીય નાણામંત્રીએ બહુપક્ષીય સંસ્થાઓ પર નિરાશા વ્યક્ત કરી હતી.
બહુપક્ષીય સંસ્થાઓની અસરકારકતા ઘટી : નાણા મંત્રી
તેમણે સંબોધનમાં જણાવ્યું કે, વૈશ્વિક સ્તરે માત્ર બેંકો જ નહીં, પણ બહુપક્ષીય સંસ્થાઓ સંયુક્ત રાષ્ટ્ર, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ અને અન્ય કોઈપણ સંસ્થા જેમ કે WHO, WTO ઓછી અસરકારક બનતી જાય છે.
#WATCH | Delhi: At the inaugural session of the Kautilya Economic Conclave 2023, Finance Minister Nirmala Sitharaman says, "Globally, we don't need to hesitate any longer to say that the multilateral institutions… whether it is the UN, Security Council or the WHO, WTO are less… pic.twitter.com/LawewkXRHH
— ANI (@ANI) October 20, 2023
વૈશ્વિક અર્થતંત્ર હાલ પડકારોનો સામનો કરી રહ્યું છે : RBI ગવર્નર
ઉપરાંત આ સંમેલનમાં RBI ગવર્નરે પણ હાજરી આપી હતી. તેમણે સંબોધનમાં કહ્યું કે, વૈશ્વિક અર્થતંત્ર હાલ પડકારોનો સામનો કરી રહ્યું છે. ફુગાવો, ધીમી વૃદ્ધિ , નાણાકીય સ્થિરતાના છુપાયેલા જોખમો વગેરે જેવી પરિસ્થિતિ વૈશ્વિક સ્તરે પડકારજનક બની છે. કેટલીક કેન્દ્રીય બેંકોએ આક્રમક રીતે વ્યાજદરમાં વધારો કર્યો છે. નાણાકીય સ્થિરતાની જરૂરિયાતો વચ્ચે સંઘર્ષ ઊભો થઈ શકે છે, પરંતુ નીતિ નિર્માતાઓએ સંતુલન જાળવી વેપાર કરવો જોઈએ કારણ કે તે ઓળખવું મહત્વપૂર્ણ છે કે ભાવ અને નાણાકીય સ્થિરતા લાંબાગાળે એકબીજાને મજબૂત બનાવે છે.
#WATCH | Delhi: At the inaugural session of the Kautilya Economic Conclave 2023, RBI Governor Shaktikanta Das says, "The global economy is now facing a tirade of challenges. First, slow moderation in inflation, which is getting interrupted by recurring and overlapping shocks.… pic.twitter.com/0OmLgTdq5Z
— ANI (@ANI) October 20, 2023