બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક ના સીનિયર એડવાઈઝર ડોમિનિક કમિન્સે પીએમ સામે ગંભીર આક્ષેપ કરી મોટો દાવો કર્યો હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે. ઋષિ સુનકનું ‘કોરોના કાળમાં લોકોને મરવા દેવા’ અંગેનું નિવેદન સામે આવ્યા બાદ બ્રિટનમાં વિવાદ શરૂ થઈ ગયો છે. સુનકનું 3 વર્ષ જુનું નિવેદન હવે સામે આવ્યા બાદ રાજકીય હોબાળો શરૂ થઈ ગયો છે. પૂર્વ ચીફ સાઈન્ટિફિક એડવાઈઝરે સુનકના સીનિયર એડવાઈઝરને ટાંકીને મીડિયા રિપોર્ટમાં મોટો દાવો કર્યો છે, જેમાં કહેવાયું છે કે, કોરોના મહામારી દરમિયાન ઋષિ સુનકે કહ્યું હતું કે, ‘લૉકડાઉન કરતાં અમુક લોકોને મરવા દેવું સારુ’.
PM સુનકે શું કહ્યું હતું ?
મીડિયા રિપોર્ટ મુજબ પૂર્વ ચીફ સાઈન્ટિફિક એડવાઈઝર પૈટ્રિક વાલેંસે પોતાની ડાયરીમાં સુનકની આ નિવેદનની નોંધ કરી છે. વાલેંસે ડોમિનિક કમિન્સને ટાંકીને આ વાત કહી છે. વાસ્તવમાં કોરોના મામલે યોજાયેલી બેઠકમાં કમિન્સે પૂછ્યું કે, રાષ્ટ્રીય સ્તરે લોકડાઉન લગાવવું જોઈએ કે નહીં ? જેના પર સુનકે કહ્યું હતું કે, લોકડાઉન લગાવ્યા કરતા સારુ એ છે કે, કેટલાક લોકોને મરવા દો.
બ્રિટનમાં કોરોનાથી 2 લાખથી વધુના મોત
વાલેંસે 4 મે-2020ના રોજ યોજાયેલી બેઠકનો ઉલ્લેખ કર્યો છે. ઋષિ સુનકે જ્યારે આ નિવેદન આપ્યું હતું, ત્યારે વાલેંસ ચાન્સેલર હતા. વાલેંસે સુનક અંગે ચોંકાવનારો ખુલાસો કર્યા બાદ બ્રિટનમાં રાજકીય ધમાસાણ મચ્યું છે. આ અંગે સુનકના પ્રવક્તાએ કહ્યું કે, પુરાવા સામે આવ્યા બાદ વડાપ્રધાન નિવેદન આપશે. ઉલ્લેખનિય છે કે, બ્રિટનમાં કોરોનામાં 2.20 લાખથી વધુના મોત થયા હતા.
કોરોનામાં વિશ્વભરમાં કરોડો લોકોના મોત
જાન્યુઆરી-2019 બાદ કોરોનાએ વિશ્વભરમાં કહેર વરસાવ્યો હતો. આ વૈશ્વિક મહામારીના કારણે વિશ્વભરમાં કરોડો લોકોના મોત થયા હતા અને ઘણા દેશોમાં લાંબા સમય સુધી લોકડાઉન રહેતા લોકો પોતાના ઘરમાં કેદ રહ્યા હતા. જ્યારે ભારતમાં 18 ફેબ્રુઆરી-2020ના રોજ કોરોના પ્રથમ કેસ સામે આવ્યો હતો. ભારતમાં કોરોનાથી લગભગ 47 લાખથી વધુના મોત થયા હતા.