રાજસ્થાન ઇન્ટેલિજન્સને મોટી સફળતા મળી છે. ગુરુવારે જેસલમેરના ઝીરો આરડી મોહનગઢ વિસ્તારમાંથી પાકિસ્તાની જાસૂસ પઠાણ ખાન (40)ની ધરપકડ કરવામાં આવી હતી. પઠાણ ખાન પર ભારત અને સૈન્ય સંબંધિત વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ માહિતી પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI ને મોકલવાના ગંભીર આરોપો છે.
Rajasthan Intelligence arrested a Jaisalmer resident, Pathan Khan, for spying for Pakistan's ISI. Case registered against him under The Official Secrets Act, 1923. The man was detained about a month ago and was being questioned since then. He was formally arrested on 1st May… pic.twitter.com/KljpmRzlfl
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) May 1, 2025
પાકિસ્તાની એજન્સી માટે ઘણા સમયથી કામ કરતો હતો…
પઠાણ ખાન ઘણા સમયથી પાકિસ્તાની એજન્સી માટે કામ કરતો હતો. એક મહિના પહેલા પણ તેને શંકાના આધારે અટકાયતમાં લેવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન, તેની ગતિવિધિઓ શંકાસ્પદ જણાઈ. ત્યારપછી તેને પૂછપરછ માટે જયપુરના સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન સેન્ટરમાં લાવવામાં આવ્યો હતો જે દરમિયાન ખુલાસો થયો કે તે ISI હેન્ડલરના નિર્દેશ પર ભારતની ગુપ્ત માહિતી શેર કરી રહ્યો હતો.
જેસલમેરમાં પકડાયો જાસૂસ
પઠાણ ખાન 2019 માં પાકિસ્તાન ગયો હતો અને તેના ઘણા સંબંધીઓ ત્યાં રહે છે. તપાસ એજન્સીઓને શંકા છે કે તે સમયગાળા દરમિયાન તે પાકિસ્તાની ગુપ્તચર એજન્સીના સંપર્કમાં આવ્યો હતો. હવે જયપુરમાં ઓફિશિયલ સિક્રેટ્સ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને તેની ધરપકડ કરવામાં આવી છે.
સંવેદનશીલ વિસ્તારોના ફોટા અને વીડિયો ISI ને મોકલ્યા
સૂત્રોના જણાવ્યા અનુસાર, પઠાણ ખાને સેનાના કેટલાક સંવેદનશીલ વિસ્તારોના ફોટોગ્રાફ્સ અને વીડિયો પાકિસ્તાનને મોકલ્યા હતા. તપાસ દરમિયાન વધુ મોટા ખુલાસા થવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદિલી વધી ગઇ છે અને આ દરમિયાન આ જાસૂસ પકડાઈ ગયો છે.