જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ છે. ભારતના હુમલાથી બચવા માટે પાકિસ્તાન દરેક જગ્યાએથી આશ્રય શોધી રહ્યું છે. પરંતુ તેની દરેક ચાલ તેના પર ભારે પડી રહી છે. પાકિસ્તાનની વિનંતી પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) ની બંધ બારણે બેઠક બોલાવવામાં આવી હતી. પાકિસ્તાન દ્વારા ફરી એકવાર આ બેઠકનો ઉપયોગ ભારત વિરુદ્ધ જુઠ્ઠાણા ફેલાવવા અને કાશ્મીર મુદ્દો ઉઠાવવા માટે કરવામાં આવ્યો. પરંતુ આ દરમિયાન, તેણે પોતે જ ભારે શરમનો સામનો કરવો પડ્યો. આંતરરાષ્ટ્રીય મંચ પર પાકિસ્તાનને સખત ઠપકો આપવામાં આવ્યો. પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરતા UNSC એ લશ્કરની ભૂમિકા પર પણ સવાલો ઉઠાવ્યા.
UN Security Council members raised tough questions for Pakistan at its informal session today. They refused to accept the “false flag” narrative and asked whether LeT was likely to be involved. There was broad condemnation of the terrorist attack and recognition of the need for… pic.twitter.com/3voUps65PR
— ANI (@ANI) May 6, 2025
ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવના મુદ્દા પર બંધ બારણે યોજાયેલી બેઠકમાં 15 દેશોના પ્રતિનિધિઓએ હાજરી આપી. લગભગ દોઢ કલાક ચાલેલી આ બેઠકમાં પહેલગામ હુમલામાં લશ્કર-એ-તૈયબાની સંડોવણી અંગે તીખા સવાલો કરવામાં આવ્યા. આ દરમિયાન, પહેલગામ આતંકવાદી હુમલાની જવાબદારી નક્કી કરવા માટે પણ કહેવામાં આવ્યું. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સભ્યોએ બેઠકમાં પાકિસ્તાનને અનેક સવાલો કર્યા.
લશ્કર-એ-તૈયબાને લઈને UNSCનો સવાલ
બેઠકમાં UNSC ના સભ્યોએ પાકિસ્તાનને ઘણા કડક સવાલો કર્યા. બેઠકમાં UNSC સભ્ય દેશોએ પાકિસ્તાનના “ફોલ્સ ફ્લેગ” નેરેટિવને નકારી કાઢ્યું અને પૂછ્યું કે શું પહેલગામ આતંકવાદી હુમલામાં લશ્કર-એ-તૈયબાની સંડોવણીની શક્યતા છે? આ બેઠકમાં આતંકવાદી હુમલાની વ્યાપક નિંદા કરવામાં આવી અને જવાબદારીની જરૂરિયાતને સ્વીકારવામાં આવી. કેટલાક સભ્યોએ ખાસ કરીને ધાર્મિક માન્યતાઓના આધારે પ્રવાસીઓને નિશાન બનાવવાનો મુદ્દો પણ ઉઠાવ્યો.
પાકિસ્તાનના પરમાણુ નિવેદનબાજી પર ચિંતા વ્યક્ત
યુએનએસસીની બેઠકમાં, ઘણા સભ્યોએ પાકિસ્તાનના મિસાઇલ પરીક્ષણો અને પરમાણુ નિવેદનોને તણાવ વધારવાના પરિબળો તરીકે વર્ણવ્યા અને તેના પર ચિંતા પણ વ્યક્ત કરી. સાથે જ પરિસ્થિતિને આંતરરાષ્ટ્રીય બનાવવાના પાકિસ્તાનના પ્રયાસો પણ નિષ્ફળ ગયા. બેઠકમાં પાકિસ્તાનને ભારત સાથેના મુદ્દાને દ્વિપક્ષીય માધ્યમથી ઉકેલવાની સલાહ આપવામાં આવી.
No takers for Pakistan's 'false-flag' allegation on Pahalgam attack at UNSC session, tough questions posed
Read @ANI Story | https://t.co/mzJPTgiFeL#UNSC #Pahalgam #Pakistan pic.twitter.com/yeTnmGZ2SF
— ANI Digital (@ani_digital) May 6, 2025
ફોલ્સ ફ્લેગનો અર્થ
ફોલ્સ ફ્લેગ એટલે કોઈ ઘટના જાણી જોઈને કરવી અને પછી તેને બીજા કોઈ પર થોડી દેવી. ખાસ કરીને આતંકવાદ સંબંધિત કેસોમાં ફોલ્સ ફ્લેગનો ઉપયોગ થાય છે. આનો અર્થ એ છે કે આતંકવાદી ઘટનાને જાતે અંજામ આપવો અને પછી તેને બીજા કોઈ પર થોપવી.
બેઠક બોલાવવી પાકિસ્તાનને પડી ભારે
ભારતે આ UNSC બેઠકમાં ભાગ લીધો ન હતો. પાકિસ્તાન હાલમાં કાઉન્સિલનું અસ્થાયી સભ્ય છે. જયારે ભારત હાલમાં સુરક્ષા પરિષદનો ભાગ નથી. UNSC ની આ બેઠક પાકિસ્તાન દ્વારા જ બોલાવવામાં આવી હતી જેનો હેતુ હતો કે ભારત સાથે ચાલી રહેલા સંઘર્ષનું આંતરરાષ્ટ્રીયકરણ થઈ જાય પરંતુ બેઠકમાં આવું કંઈ બન્યું નહીં. આ બેઠક અનિર્ણિત રહી અને બધા સભ્ય દેશોએ પાકિસ્તાનને દ્વિપક્ષીય રીતે મુદ્દાઓ ઉકેલવા માટે ભારત સાથે વાતચીત કરવાની સલાહ આપી.
બેઠકનું કોઈ પરિણામ આવ્યું નહીં
જણાવી દઈએ કે પાકિસ્તાનની વિનંતી પર UNSC માં બોલાવવામાં આવેલી આ બંધ બારણે બેઠકનું કોઈ પરિણામ આવ્યું નથી. બેઠક અંગે ન તો કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું કે ન તો કોઈ ઠરાવ બહાર પાડવામાં આવ્યો. જોકે, પાકિસ્તાની પ્રતિનિધિ અસીમ ઇફ્તિખાર અહેમદે કહ્યું કે બેઠક બોલાવવા પાછળનો તેમનો હેતુ સફળ રહ્યો. પાકિસ્તાન શાંતિ ઇચ્છે છે અને ભારત સાથે વાત કરવા તૈયાર છે.