નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા નાયબ કલેકટર સર્વ એન.એફ.વસાવા, શ્રી પંકજ વલવાઈ, દર્શક વિઠલાણી, પ્રાંત અધિકારી ડૉ. કિશનદાન ગઢવી તથા ગરૂડેશ્વર મામલતદારશ્રી મનીષ ભોય પણ પરિક્રમામાં જોડાયા
ચૈત્ર મહિનામાં યોજાતી માં નર્મદાની ઉત્તરવાહિની પરિક્રમા અર્થે મોટી સંખ્યામાં પરિક્રમાર્થીઓ વિવિધ રાજ્યોમાંથી આવી રહ્યા છે. જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાના માર્ગદર્શન હેઠળ આ વર્ષે પરિક્રમાર્થીઓ માટે પુરતી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
ખાસ કરીને શનિવારે અને રવિવારે તથા તહેવારના દિવસોમાં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં પરિક્રમા અર્થે આવતા હોય છે. જેથી શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ ન પડે અને શાંતિપૂર્ણ માહોલમાં પરિક્રમા સંપન્ન કરે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પુરતું ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
શુક્રવારની રાત્રે નર્મદા જિલ્લાના નિવાસી અધિક કલેક્ટર સી.કે.ઉંધાડએ સમગ્ર પરિક્રમા રૂટ પર પદયાત્રા કરી સુવિધાઓનું જાત નિરીક્ષણ કર્યું હતું. તેઓની સાથે નાયબ કલેકટર સર્વ એન.એફ.વસાવા, પંકજ વલવાઈ, દર્શક વિઠલાણી, નાંદોદના પ્રાંત અધિકારી ડૉ. કિશનદાન ગઢવી તથા ગરૂડેશ્વર મામલતદાર મનીષ ભોય પણ પરિક્રમામાં જોડાયા હતા.