અખાત્રીજ પરશુરામ જન્મોત્સવ પ્રસંગે સણોસરામાં બ્રહ્મસમાજ દ્વારા શોભાયાત્રા સાથે ઉજવણી થઈ. નીરૂબાપુનાં સાનિધ્ય સાથે યોજાયેલ ધર્મસભામાં અગ્રણીઓએ ઉદ્બોધન આપેલ.
સમસ્ત બ્રહ્મસમાજનાં આયોજન સાથે સણોસરામાં ભાવભક્તિ સાથે શ્રી પરશુરામ જન્મોત્સવ પ્રસંગે દાનેવ આશ્રમમાં યોજાયેલ ધર્મસભામાં નીરૂબાપુએ જેની આંખ ચોખ્ખી હોય તે બ્રાહ્મણ અને સંત કહેવાય તેમ જણાવી ભગવાન પરશુરામજી સાથેનાં પ્રસંગોની વાત કરી. અહી આશ્રમ દ્વારા મહા પ્રસાદ લાભ સૌએ લીધો.
આ પ્રસંગે બ્રહ્મસમાજ અગ્રણીઓ અજયભાઈ શુક્લ, દીપકભાઈ જાની, મૂકેશકુમાર પંડિત સાથે નરેન્દ્રભાઈ ઉપાધ્યાય, રાજુભાઈ જાની વગેરે દ્વારા આ પર્વ સંદર્ભે પ્રાસંગિક વાતો કરવામાં આવી.
બ્રહ્મસમાજ દ્વારા અખાત્રીજ પરશુરામ જન્મોત્સવ પ્રસંગે સણોસરામાં ભાવ અને ઉમંગ સાથે શોભાયાત્રા યોજાઈ હતી.
સણોસરા પંથકનાં ગામોનાં બ્રહ્મસમાજ વડીલ નરેન્દ્રભાઈ ભટ્ટ સાથે કાર્યકર્તાઓ જયેશભાઈ જોષી, વિપુલભાઈ મહેતા, જયેશભાઈ પંડિત, ઘનશ્યામભાઈ દવે, યોગેશભાઈ જોષી, હિતેશભાઈ પંડ્યા, ભાવેશભાઈ પંડ્યા, રાજુભાઈ પંડિત, રવિભાઈ દવે, મૌલીનભાઈ પંડ્યા, જીગ્નેશભાઈ વ્યાસ, સંજયભાઈ જોષી, રાજુભાઈ વ્યાસ, ઈશ્વરભાઈ મહેતા, વાસુદેવભાઈ પંડિત, કિશોરભાઈ ભટ્ટ વગેરેનું સંકલન રહ્યું.