મુંબઈ એરપોર્ટ ને લઈને મોટા અહેવાલો સામે આવ્યા છે. મુંબઈ છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રી એરપોર્ટ ના બંને રન-વે આવતીકાલે 17મી ઓક્ટોબરે 6 કલાક સુધી બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન કોઈપણ ફ્લાઈટનું સંચાલન હનીં થાય. એરપોર્ટ સંચાલકોએ એક નિવેદનમાં કહ્યું કે, મુંબઈ એરપોર્ટ પર 17મી ઓક્ટોબરે સવારે 11થી સાંજે 5 વાગ્યા સુધી બંને રન-વે પર મેન્ટેનન્સનું કામ કરવામાં આવશે.
એરપોર્ટના બંને રન-વેનું મેન્ટેનન્સનું કામ કરાશે
નિવેદનમાં જણાવાયું છે કે, મુંબઈમાં પડેલા વરસાદ બાદ રન-વે મેન્ટેનન્સ કામની યોજનાના ભાગરૂપે મુંબઈ એરપોર્ટના બંને રન-વે આવતીકાલે 11થી સાંજે 5 વાગ્યા દરમિયાન અસ્થાયીરૂપે બંધ રહેશે.