પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ હાલમાં ટ્રાફિકની સમસ્યાઓને કારણે વધી રહ્યો છે. લોકો એક જગ્યાએથી બીજી જગ્યા પર જવા માટે પોતાના વ્હીકલની જગ્યાએ બસ, રિક્ષા કે મેટ્રો ટ્રેનનો ઉપયોગ કરતા થયા છે. દિલ્હી, મુંબઈ અને બેંગ્લુરૂમાં ટ્રાફિકની સમસ્યાની સ્થિતિ જગવિખ્યાત છે. હવે તે અમદાવાદમાં પણ મુંબઈ જેવી સ્થિતિ ઉભી થઈ રહી છે. ટ્રેનમાં મુસાફરી દરમિયાન સીટ મળી જાય તો લોકો પોતાને નસીબદાર સમજે છે. ઘણી વખત બેસવાની સીટ ના મળવાના કારણે કોઈની સાથે ઝઘડો પણ થઈ જાય છે. ત્યારે આ પ્રકારનો એક વીડિયો જોવા મળ્યો છે. જેમાં જોઈ શકાય છે કે લોકો ટ્રેનમાં બેસવા કેટલી ધક્કામુકી કરે છે.
લોકો ટ્રેનમાં બેસવા એકબીજાને મારી રહ્યા છે ધક્કો
વીડિયોમાં જોઈ શકાય છે કે લોકો ટ્રેનમાં બેસવા એકબીજાને ધક્કો મારી રહ્યા છે. તેનાથી અંદાજો લગાવી શકાય છે કે કોચ ફૂલ થઈ ગયો હોવા છતાં લોકો તેના ગેટ પર લટકેલા જોવા મળી રહ્યા છે. એક તરફ સ્ટેશન કીડી-મંકોડાની ઉભરાયેલુ જોવા મળી રહ્યું છે અને બીજી તરફ લોકો એકબીજાને ધક્કા મારીને ટ્રેનમાં બેસવાનો પ્રયત્ન કરી રહ્યા છે. વીડિયો જોઈને એ કહેવુ ખોટુ નથી કે લોકોની અંદર ધીરજ બચી નથી. તમને જણાવી દઈએ કે આ વાયરલ થઈ રહેલો વીડિયો બેંગલુરૂનો છે.
Bengaluru is facing overflow of passengers in the metro.pic.twitter.com/w09KfiY41S
— Indian Tech & Infra (@IndianTechGuide) October 26, 2023
આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. આ શહેરોમાં રહેતા લોકો પાસે એટલો સમય પણ નથી કે તેઓ 5 મિનિટ બીજી ટ્રેન માટે રાહ જોવે. આ વીડિયોને એક્સ (X) પર IndianTechGuide નામના એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવ્યો છે. જેને 13 લાખથી વધારે લોકો જોઈ ચૂક્યા છે અને હજારો લોકો કોમેન્ટ પણ કરી ચૂક્યા છે. એક યૂઝરે કોમેન્ટ કરી લખ્યું ‘હવે ધીરે-ધીરે મુંબઈ લોકલ બનવા જઈ રહી છે.’ ત્યારે અન્ય એક યુઝર્સે લખ્યું કે ‘આજના સમયમાં લોકોની અંદર માણસાઈ ખત્મ થઈ ચૂકી છે.’