પેટલાદ ટાઉન પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા કર્મચારીના ઘરમાં દરોડો કરી આણંદ એલસીબીએ રૂ.૩.૬૩ લાખની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડયો હતો. પેટલાદમાં રહેતા બુટલેગરે બહારથી વિદેશી દારૂ મંગાવી પોલીસ કર્મીના ઘરે ઉતાર્યો હતો. એલસીબીએ હેડ કોન્સ્ટેબલની અટક કરી, હેડ કોન્સ્ટેબલ સહિત ચાર શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી અન્ય ત્રણ શખ્સોને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.