આતંકવાદી સંગઠન આઈએસકેપી સાથે સંકળાયેલા ડૉક્ટર અહેમદ મોહિયુદ્દીન સૈયદ ઉપર સાબરમતી સેન્ટ્રલ જેલમાં હુમલો કરનારા 3 કેદીની ઓળખ થઈ છે. જેમાં અનિલ ખુમાણ, અંકિત લોધી અને શિવમ શર્માનો સમાવેશ થાય છે.
હજુ સુધી ત્રણેયની ધરપકડ કે પૂછપરછ પણ કરવામાં આવી નથી. આથી હુમલા પાછળનું કારણ જાણી શકાયુ નથી. જોકે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઘટના અંગેના અહેવાલો મેળવ્યા પછી કહ્યું હતું કે જેલના કેદીઓમાં ડૉક્ટર સામે રોષ હતો અને એટલે દેશદ્રોહી ગણીને માર્યો હતો. ત્રણેય જણાં વહેલી સવારે ડોકટર અહેમદ મોહિયુદ્દીન સૈયદની સામે જોઈને ગયા હતા અને 10 મિનિટ પછી પાછા આવીને ફેંટોથી માર માર્યો હતો.
ખાવા પીવાની સામગ્રીમાં રાઈઝિન ઝેર ભેળવીને હજારો લોકોની એક સાથે હત્યા કરવાના ષડયંત્રમાં એટીએસે હૈદરાબાદના ડોકટર અહેમદ મોહિયુદ્દીન સૈયદ તેમજ ઉત્તરપ્રદેશના આઝાદ સુલેમાન શેખ અને મોહંમદ સુહેલ મોહંમદ સલીમ ખાનનો સમાવેશ થાય છે. જે પૈકી અહેમદ મોહિયુદ્દીન સૈયદના 10 દિવસના રિમાન્ડ પૂરા થતા તેને સોમવારે સાંજે જ સાબરમતી સેન્ટ્રલ જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો. જ્યારે મંગળવારે સવારે 7 વાગ્યે ડોકટર અહેમદ સૈયદ બેરેકમાં બેઠો હતો. ત્યારે ત્રણેય હુમલાખોર તેની સામે જોઈને કંઈક વાત કરતા ત્યાંથી જતા રહ્યા હતા. જ્યારે 10 મિનિટ પછી ત્રણેય ડોકટર અહેમદ સૈયદની બેરેકમાં પાછા આવ્યા હતા અને તેની ઉપર તૂટી પડયા હતા.
ત્રણેયે ફેંટોથી મારેલા મારમાં ડોકટર અહેમદ સૈયદને મોઢા તેમજ આંખના ભાગે ગંભીર ઈજાઓ થવાથી સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો. સીસીટીવીમાં ત્રણેય ઓળખાયા હતા. જ્યારે ડૉક્ટરે પણ ત્રણેયને ઓળખી બતાવ્યા હતા.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel