વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચીન યાત્રા દરમિયાન શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) શિખર સંમેલનમાં અનેક મહત્વપૂર્ણ ક્ષણો સામે આવી. તેમાં સૌથી વધારે ચર્ચામાં રહેલું દ્રશ્ય હતું જ્યારે પીએમ મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પરસ્પર વાતચીત કરતા કરતા આગળ વધી રહ્યા હતા અને પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ માત્ર હાથ જોડીને એક ખૂણામાં ઊભા રહી તેમને નિહાળતા રહ્યા. આ દ્રશ્ય માત્ર સંમેલનમાં હાજર પ્રતિનિધિઓ માટે નહીં પરંતુ વિશ્વભરમાં સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયું છે.
પીએમ મોદીની આ ચીન યાત્રા દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા અને SCOમાં ભારતની સક્રિય ભૂમિકા રજૂ કરવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથેની મુલાકાત પર આંતરરાષ્ટ્રીય સ્તરે ખાસ ધ્યાન હતું કારણ કે ભારત-રશિયા મિત્રતા હંમેશા વ્યૂહાત્મક પરિપ્રેક્ષ્યમાં અગત્યની રહી છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ આ સંવાદમાં કેન્દ્રસ્થાને રહ્યા, જેના કારણે વિશ્વભરના રાજકીય વિશ્લેષકોનું ધ્યાન આ મુલાકાત પર કેન્દ્રિત થયું.
#WATCH | Prime Minister Narendra Modi, Russian President Vladimir Putin and Chinese President Xi Jinping had a candid interaction as the world leaders arrived at the venue of the Shanghai Cooperation Council (SCO) Summit in Tianjin, China. pic.twitter.com/d3wzxh833d
— ANI (@ANI) September 1, 2025
બીજી તરફ, પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ માટે આ ક્ષણ થોડું અસમંજસભર્યું રહી ગયું. SCOનો સભ્ય હોવા છતાં તેમની હાજરીને ખાસ મહત્વ મળ્યું નથી. જ્યારે પીએમ મોદી અને પુતિન વચ્ચેના સંવાદને ગરિમા અને મિત્રતા મળતી દેખાઈ રહી હતી, ત્યારે શાહબાઝ શરીફ એકલા ઊભા રહીને પરિસ્થિતિ નિહાળતા રહ્યા. એ દ્રશ્ય એ વાતનું પ્રતીક બની ગયું કે આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતની સ્થિતિ મજબૂત બની રહી છે જ્યારે પાકિસ્તાનને એકાંતનો સામનો કરવો પડી રહ્યો છે.
સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થતાં વિવિધ પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. ઘણા યુઝર્સે લખ્યું કે આ દ્રશ્ય ભારતની વધતી આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા દર્શાવે છે. કેટલાકે વ્યંગાત્મક રીતે કહ્યું કે શાહબાઝ શરીફ માત્ર “બાયસ્ટેન્ડર” બની ગયા. આ ઘટના માત્ર એક ફોટો-ફ્રેમ કે વીડિયો સુધી મર્યાદિત નથી રહી, પરંતુ રાજકીય સંદેશ પણ આપી રહી છે કે ભારત વૈશ્વિક સ્તરે નવી ઊંચાઈઓને સ્પર્શી રહ્યું છે અને તેની સાથે મિત્રતા કરવી દેશોને ફાયદાકારક બની રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel