દર ૩ દિવસે ગણેશ પંડાલો પરથી ફુલહાર અને પૂજાપા નો કચરો ગાડી લઈને એકત્રિત કરી એક સ્થળ પર સંગ્રહ કરવામાં આવે છે.
આ ફૂલહાર, પૂજાપાનો કચરો માંથી જૈવિક ખાતર વગેરે બનાવવામાં ઉપયોગમાં લેનાર છે.
વાલોડ નગરમાં આ ભગીરથ કાર્ય વિશાલ પાટીલ અને નૂતનભાઈ દ્વારા કરવામાં આવી રહ્યું છે .
વાલોડ નગરમાં સાતત્યપૂર્ણ સુચારુ અને સફળ સંકલન કરી શ્રી ગણેશ ઉત્સવ 2025 દરમિયાન વાલોડ નગરનાં 15 થી વધુ જેટલાં ગણેશ મંડળો પરથી વપરાયેલ ફૂલહાર તેમજ પુજાપા નો કચરો એકત્રિત કરવાનું આયોજન ગંગા સમગ્ર તાપી પ્રાંતના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવેલ છે.
કચરો રિસાયકલ પ્રોસેસ કરવા માટે ઓમ એગ્રી સોલ્યુશન રૂપવાડા, તા.વ્યારા ને દરેક સ્થળો પરથી એમનાં પોતાના વાહનમાં નિઃશુલ્ક સોપવામાં આવેલ છે.
આ કાર્યના સદુપયોગ કરી નદી, તળાવ કે જળાશયોના પાણીના પ્રદૂષણ ને મોટાં પાયે રોકીને જળ પ્રદૂષણને કેટલાક અંશે નિયંત્રણ કરી અટકાવી શકાય એમ છે. જે સમયની પણ માંગ છે.
રિપોર્ટર : વિકાસ શાહ (તાપી)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel